SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પુસ્તકો ત્રણસો પાનાં સુધીમાં અને કેટલાંએક ચારસે સાડાચારસો પાનાં સુધીનાં હોય છે. પાંચસો પાનાંથી વધારે પાનાંનું પુસ્તક, પાટણમાં સંઘવીના પાયાના તાડપત્રીય જૈન પુસ્તકસંગ્રહમાં માત્ર એક જ જોયું છે, જે ત્રુટિત તેમજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે. છસેથી વધારે પાનાંના તાડપત્રીય પુસ્તકને સુરક્ષિત રાખવું મુસીબતભય હાઈએથી વધારે પાનાંનું પુસ્તક એકાએક નહિ જ લખાતું હોય; તેમ છતાં ચારસો વર્ષ જેટલા જૂના એક છુટક પાનામાં તાડપત્રીય અની નોંધ મળી છે તેમાં સાતસો સુધીના અંકે છે એ જોતાં તે નોંધ કરનારે સાતસો પાનાં સુધીનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હોય એમ માનવાને કારણે છે. કાગળ ઉપર લખાએલી પ્રતમાં જ્યાં અક્ષરનો ઉપગ કરવામાં આવ્યા છે ત્યાં કેટલીક વાર એકમ દશક શતક અંકમાં દર્શાવ્યા પ્રમાણેના અક્ષરાંકે ઉપયોગ ન કરતાં ફક્ત એકમ સંખ્યામાં આપેલા અક્ષરાંકોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમકેઃ હ, ૧૦, ૪િ ,, ૨૦, स्व स्व ,, ૪૦, ૦ ૧૦૦, ૨ ૧૧, ૧૪, ૯૬૨૪, પ્રત્યાદિ ત્રિરાજીનામના૭૮ ગણિતવિષયક સંગ્રહગ્રંથમાં જન અંક' તરીકે એકથી દશ હજાર સુધીના અક્ષરાંકની નોંધ છે, જે આ નીચે આપવામાં આવે છે. એકથી ત્રણસો સુધીના અંકે અમે ઉપર નોંધી આવ્યા તે મુજબના હોઈ તેની પુનરાવૃત્તિ ન કરતાં આગળને જુદા પડતા અક્ષરાંકની જ નોંધ અહીં આપવામાં આવે છે: તુ ૪૦૦, તે ૧૦૦, તે ૬૦૦, Fસ્તા ૭૦૦, તો ૮૦૦, તે ૧૦૦, સ્ત: ૧૦૦ ૦, શું ૨૦૦૦, ક રૂ૦૦૦, થા ૪૦૦૦, જે ૫૦૦૦, ૬૦૦૦, fક્ષા ૭૦ ૦૦, ક્ષો ૮૦૦૦, બં ૧૦૦૦, 1: ૧૦૦૦૦ ! इति गणितसंख्या जैनांकानां समाप्ता। ઉપરોક્ત સંગ્રહાત્મક ત્રિશતી’ પુસ્તકમાંના અંકે કયાંથી લેવામાં આવ્યા છે એનો નિર્દેશ તેમાં નથી. સંભવ છે કે એ કોઈ પ્રાચીન જૈન જ્યોતિષના ગ્રંથ પરથી તારવવામાં આવ્યા હોય, પરંતુ જ્યાં સુધી કાંઈ ખાસ સાધક પ્રમાણ કે ઉલ્લેખ ન મળે ત્યાં સુધી અમે અમારી કલ્પના ઉપર ભાર મૂકતા નથી. ઉપર આપેલા અક્ષરાત્મક અંકની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું હોવું જોઈએ, એ કહેવું શકય નથી. પ્રારંભના એક બે ત્રણ અંક માટે લેખાતા હ, તિ, શ્રી અથવા ૩, ૪, મઃ કે શ્રી, શ્રી, શ્રી એ મંગળ માટે ઉચ્ચારાતા અક્ષરો લખવામાં આવ્યા છે, પણ આગળ ઉપર લખાતા અક્ષરકોનું ખરું બીજ શું હોવું જોઇએ એ સમજી શકાતું નથી, આ સંબંધમાં પાશ્ચાત્ય તેમજ ભારતીય વિદ્વાનોએ ૭૮ ત્રિરા ગ્રંથની આ પ્રતિ અમદાવાદના નગરશેઠ શ્રીયુત કસ્તુરભાઈ મણિભાઇના પિતાના ઘરમાંના લિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેનાં પાનાં ૧૧ છે. પ્રતિની રિથતિ જોતાં તે ત્રણ સૈકા પહેલાં લખાએલી હોય તેમ લાગે છે. આ પ્રતિમાંના ઉપર્યુલિખિત અંકાની નકલ મને મારા મિત્રવર્ય મુનિ શ્રીદર્શનવિજયજી (પાલીતાણા યશેવિજયજી જૈન ગુરુકુલના સંસ્થાપક શ્રી ચારિત્રવિજ્યજી મના શિષ્ય) તરફથી મળી છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy