SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જેન ચિત્રપકુમ શકીએ છીએ. શાહી અને રંગેને માટે આટલું કહ્યા પછી શાહએ કેમ બનાવવામાં આવતી, અત્યારે એ શાહીઓ કેમ બનાવવામાં આવે છે, પુસ્તક લખવા માટે કઈ શાહી વાપરવી ઉચિત છે એને લગતા પ્રાચીન ઉલેખે અને અમારા અનુભવ અહીં આપીએ છીએ. કાળી શાહી તાડપત્ર અને કાગળ-કપડા ઉપર લખવા માટેની કાળી શાહીઓ અને તેની બનાવટ જુદાજુદા પ્રકારની છે. તાડપત્ર એ એક રીતે કાઠની જાતિ છે, જ્યારે કાગળ અને કપડું એ એના કરતાં વિલક્ષણ વસ્તુ છે, એટલે એના ઉપર લખવાની શાહીઓ પણ જુદા જુદા પ્રકારની છે. સૌ પહેલાં તાડપત્ર ઉપર લખવાની કાળી શાહીની બનાવટને લગતા લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલાંના ઉલ્લેખે આપીએ; અને તે પછી અનુક્રમે બીજી શાહીઓને લગતા ઉલ્લેખોની નેંધ કરીશું. તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહીની બનાવટને લગતું સ્પષ્ટ વિધાન કે અનુભવ કોઇને ય નથી. તેમ છતાં તેની બનાવટને અંગે જુદા જુદા પ્રકારની જે સ્પષ્ટ કે અસ્પષ્ટ પ્રાચીન નોંધો મળે છે તેને ઉતારો અને શક્ય સ્પષ્ટીકરણ અહીં આપીએ પ્રથમ પ્રકારઃ “દવ-ઋત્રિ, શાહીલ રોમેવ નીટી ના समकाजल-बोलयुता, भवति मषी ताडपत्राणाम् ।। व्याख्या--सहवरेति काटासेहरीओ (धमासो) । भृङ्गेति भांगुरओ। त्रिफला प्रसिद्धव । कासीसमिति कसीसम्, येन काष्ठादि रज्यते। लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः तदसः। रसं विना सर्वेषामुस्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकचल-बोलयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमयी भवतीति ।' આમાં એમ કહેવામાં આવ્યું છે કે “કાંટાશેરીઓ (ધમાસો), જળભાંગરાને રસ, ત્રિફળાં, કસું અને લોઢાનું ચૂર્ણ આ બધી વસ્તુઓને ઉકાળીને કવાથ બનાવે. આ ક્વાથ અને ગળીના રસને સરખા માપે એકઠા કરેલા કાજળ અને બીજાબોળમાં નાખવાથી તાડપત્ર ઉપર લખવાની ભષી તૈયાર થાય છે.” આ ઉલ્લેખમાં દરેક વસ્તુનું પ્રમાણ કેટલું એ જણાવ્યું નથી, તેમજ બધી વસ્તુઓને મેળવ્યા પછી તેનું શું કરવું એ પણ લખ્યું નથી; તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓને તાંબાની કડાઈમાં નાખી એ બધી એકરસ થાય તેમ ખૂબ ઘૂંટવી જોઈએ. બીજે–ત્રીજે પ્રકારઃ ન્ન ( ? )ળ તો, મજા પક્ષ જ उसिण जलेण विघसिया, वड़िया काऊण कुहिज्जा ॥१॥
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy