SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકટપદ્રુમ ભક મલકે મળે છે, જેમાં કલમને વર્ણ અને જાતિ, તે વડે કેમ રાખીને લખવું, લેખણમાં ગાંઠ હોય કે નહિ, લેખણ કેવડી લાંબીટૂંકી હેવી જોઈએ અને એ બધાયને લક્ષીને લાભ-હાનિ શી, એનું વર્ણન છે. એ બધા ય કો અને તેની સાથે સરખામણું ધરાવતા બીજા લોકો અને દુહા અહીં આપીએ છીએ. 'ब्राह्मणी श्वेतवर्णा च, रक्तवर्णा च क्षत्रिणी । वैश्यवी पीतवर्णाच, असुरी श्यामलेखिनी ॥ १॥ श्वेते सुख विजानीयात् , रक्ते दरिद्रता भवेत् । पीते च पुष्कला लक्ष्मीः , असुरी क्षयकारिणी ॥ २॥ चित्ताने हरते पुत्रमधोमुखी हरते धनम् । वामे च हरते विद्या, दक्षिणा लेखिनी लिखेत् ॥ ३ ॥ अग्रप्रन्थिहरेदायुमध्यप्रन्थिहरेद्धनम् । पृष्ठप्रन्थिहरेत् सर्वे, निर्ग्रन्थिलेखिनी लिखेत् ॥ ४ ॥ नवालमिता श्रेष्ठा, अष्टौ वा यदि वाऽधिका । लेखिनी लेखयेन्नित्य, धनधान्यसमागमः ॥ ५ ॥ તિ વિનવિવાદ ” 'अष्टाङ्गुलप्रमाणेन, लेखिनी सुखदायिनी । हीनाय हीनकर्म स्यादधिकस्याधिकं फलम् ॥ १॥' કાચિયુચન I અત્યંત્િર્ચ, રિસ્થિતિની શુભ ૧ ' માથે ગ્રંથી મત(મતિ હરે,બીચ ગ્રંથી ધન ખાય; ચાર તસુની લેખણે,લખનાર કટ જાય.૧.” એ લોકોને ટૂંક સાર આ પ્રમાણે છેઃ ળા, લાલ, પીળા અને કાળા રંગની કલમો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને અસુર-શક જાતિની ગણાય છે. આને ઉપયોગ કરનારને અનુક્રમે સુખ, દરિદ્રતા, ધનનો લાભ અને ધનનો નાશ થાય છે. કલમને ચતી રાખી લખવાથી પુત્રનો નાશ થાય છે, ઊંધી રાખી લખવાથી ધનનો નાશ થાય છે, ડાબી બાજુએ રાખી લખવાથી વિદ્યાનો નાશ થાય છે; માટે કલમને જમણી બાજુએ રાખી લખવું. ગાંઠવાળી કલમની ગાંઠ કલમના મેં પાસે આવે તે તેથી લખનારની જિંદગી ટૂંકાય છે, વચમાં આવે તો લેખકના ધનનો નાશ થાય છે અને પાછળના ભાગમાં આવે તે લેખકને સર્વનાશ થાય છેમાટે ગાંઠ વગરની નિર્દોષ કલમથી લખવું. કલમ નવ આગળ લાંબી હોય તે સારી, છેવટે આઠ આગળની અને નવ આંગળ કરતાં જેટલી માટી મળે તેનાથી લખવું, જેથી ધન-ધાન્યની વૃદ્ધિ થતી રહે. આઠ આંગળથી નાની કલમથી તો કયારે પણ ન જ લખવું. વતરણ લખવાના સાધનને જેમ “લેખ કહેવામાં આવે છે તેમ તેનું વિતરણું કે કલમ એ નામ પણ કહેવામાં આવે છે. “કલામ શબ્દ મોગલ જમાનાનો છે એ ખુલ્લી વાત છે. “વતરણું' શબ્દ સંઅવતરણ ઉપરથી જમ્યો હોય એમ વધારે સંભવ છે. જેનાથી લખવા માટે અવતરણ–પ્રારંભ થઈ શકે તે અવતરણ અથવા વતરણવતરણે, અર્થાત પાટી ઉપર ધૂળ નાખીને અક્ષર લૂંટવાનું ૪ આ કાકેમાં વર્ણવેલ વર્ણ, લાભ-હાનિ, માપ વગેરેની ધટના માટે ભારતીય પ્રજાનો શેર સક્તિ અને અપેક્ષા હશે તેમજ એ પરિસ્થિતિ, કારણ વગેરે અાજે જેમનાં તેમ છે કે તેમાં ફેરફાર થયે છે એ માટે અમે કશું જ કહી શકતા નથી.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy