________________
૧૧૬
જૈન ચિત્રકલ્પમ जलाद रक्षेत् स्थलाद् रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूखहस्ते न दातम्या, एवं वदति पुस्तिका । आने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः ! कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परिपालयेत् ।।
આ સિવાય જ્ઞાનભંડારને રાખવાના સ્થાને ભેજરહિત હોવાં જોઇએ એ કહેવાની જરૂરત ન જ હોય. જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તકો અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષેનો ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારની રક્ષા માટે જૈન સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી કહેવાય છે તેની,–જે યોજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે.
જૈન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહામ્ય દરેક મહિનાની શુકલ પંચમી કરતાં વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાન ભંડારમાં પેસી ગએલી ડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકોને નુકસાન ન પહોંચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચોમાસાની ઋતુમાં જ્ઞાન ભંડારને, ભેજવાળી હવા ન લાગે એ માટે, બંધબારણે ખેલા હેઈ તેની આસપાસ વળેલ ધૂળક્યરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘડાવજ આદિની પિોટલીઓ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હોઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવાં કે બદલવાં જોઇએ. આ બધું કરવા માટે સૌથી વધારે અનુકુળ અને વહેલામાં વહેલો સમય કાતિક મહિનો ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હેઈ સૂર્યનો તીખ તાપ હોવા ઉપરાંત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવું કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય–જાણ કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુલ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભ આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાવી એનું માહાભ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી. જૈન જનતા પણ તે દિવસને માટે પિતાના સંપૂર્ણ ગૃહવ્યાપારને ત્યાગ કરી યથાશય આહારાદિકનો નિયમ, પૌપધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવાં સાધને પણ હાજર થવા લાગ્યાં. જે ઉદ્દેશથી ઉક્ત પર્વનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે એને તો આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે, અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાંનો કચરો વાળી સાફ કરો, પુસ્તકોને તડકે દેખાડો, બગડી કે એટી ગએલાં પુસ્તકો સુધારવાં, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ