SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૧૦ વગેરેની વજનદાર મૂર્તિઓને એકાએક સ્થાનાંતર કરવામાં મુશ્કેલીભર્યાં પ્રશ્ન હેઈ તેનું ગાપન-સંતાડવું નજીકના સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હેાવાથી તેને માટે ગુપ્ત સ્થાને યાજવાની ફરજ પડી હતી; જ્યારે જ્ઞાનભંડારાં રાખવાના સ્થાનની ખાસ એળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત્ તેને સ્થાનાંતર કરવામાં ખાસ કશા મુશ્કેલીભર્યો પ્રશ્ન નાંહે હાવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાને રચવાની આવશ્યકતા સ્વીકારાઈ નથી. તેમ છતાં એમ માનવાને કશું જ કારણુ નથી કે જ્ઞાનભંડારાને સુરક્ષિત રાખવા માટે તેવી કરી યેાજના કરવામાં નહાતી જ આવતી. આના ઉદાહરણ રુપે આપણી સમક્ષ જેસલમેરના કિલ્લા વિદ્યમાન છે, જેમાં ત્યાંના તાડપત્રીય જ્ઞાનભંડારને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ચિત્તોડમાંના ગુપ્ત સ્તંભને ઐષધીઓની મદદથી ઉધાડી તેમાંથી કેટલાંક મંત્રામ્પાયનાં ઉપયેગી પુસ્તકો બહાર કાઢવાં અને એ સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયા. આવાં,મૃહુરૂપી બજાર અને મૃગલોચના નવલકથામાં વર્ણવાએલાં તિલસ્માતી મકાને જેવાં,—ગુપ્ત સ્તંભેા કે મકાનો, એ ઇરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તકો માટે ભલે આવશ્યક હાય, પણ સાર્વનિક પુસ્તકે, માટે એવાં મકાનો ઉપયેગી ન જ હોઇ શકે. વાચકની બેદરકારી અને આશાતનાની ભાવના પુસ્તકરક્ષણના સંબંધમાં જૈન સંસ્કૃતિએ પેાતાના અનુયાયીવર્ગમાં સૌ કરતાં વધારે મહત્ત્વની ‘આશાતના’ની ભાવના જાગૃત કરી છે, જેના પ્રતાપે એ સંસ્કૃતિના પ્રત્યેક અનુયાયીને સ્વદર્શનનાંજૈન ધર્મનાં ધર્મશાસ્ત્ર પ્રત્યે જેટલા આદરથી વર્તવાનું હેાય છે તેટલા જ બહુમાનથી પરદર્શનના -જૈનેતર સંપ્રદાયના ધર્મગ્રંથા પ્રત્યે પણ વર્તવાનું હાય છે; એટલું જ નહિ પરંતુ એક સાધારણમાં સાધારણ કચરાની ટાપલીને શરણ કરવા લાયક લખેલા કાગળના ટુકડા પ્રત્યે પણ એ રીતે રહેવાનું હોય છે. આ કારણથી ઉપરોક્ત પુસ્તદિને ચૂંક વગેરે અપવિત્ર વસ્તુ, પગની ઠાકર આદિ ન લાગવા દેવા તેમજ એ પુસ્તકદિને નુકસાન પહોંચે યા અપમાન થાય એ રીતે અવિત્ર કે ધૂળવાળા સ્થાનમાં ન નાખવા ચીવટ રાખવાનું કહેવામાં આવે છે. જગતના સત્યજ્ઞાનનો અથવા પૂર્ણજ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે મનુષ્યને જગતના સમગ્ર સાહિત્યખજાને મદદગાર થઇ શકે છે એમ જૈન દર્શન માનતું૧૨૯ હાઈ પ્રમાદ કે દ્વેષને વશ થઈ કાઇ પણ ધર્મ ૧૨૯ () તદ્દેવ્યાજરાવા,વિદ્યાનમસ્તિ ધર્મશાસ્ત્રાજિનિયરવિિિબનમત્તનિતિજ્ઞકમતયોન:પિયા૧!! मिथ्यादृष्टिश्रुतमपि सद्दष्टिपरिग्रहात् समीचीनम् । किं काखनं न करूं, रसानुविद्धं भवति ताम्रम् ! ||८८ || व्याकरणालङ्कारच्छन्दःप्रमुखं जिनोदितं मुख्यम् । सुगतादिमतमपि स्यात्, स्यादङ्कं स्वमतमकलङ्कम् ॥ ९१|| मुनिमतमपि विज्ञातं न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्व ज्ञातव्यं कर्त्तव्यं न स्वकर्त्तव्यम् ॥ ९२ ॥ विज्ञाय किमपि ये किञ्चिदुपादेयमपरमपि हृयम् । तन्निखिलं खलु लेख्यं ज्ञेयं सर्वज्ञमतविज्ञैः ॥ ९३ ॥ - दानादिप्रकरणं सूराचार्य, पञ्चमोऽवसरः (ख) 'व्याकरणच्छन्दोऽलंकृतिनाटककाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूर्त जयति श्रुतज्ञानं ॥ ४४ ॥ —બિનયમસ્તવનવિનત્રમીય (પંદરમી શતાબ્દી)
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy