SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન ચિત્રકલ્પદ્રુમ કશું જ કારણ નથી. આના પુરાવા રૂપે અમે કોઈ વિદ્વાન જૈન શ્રમણની બનાવેલી દિન૧૧૪ નામની યાદી અને એવી જ બીજી છુટક ને આપી શકીએ છીએ, જેમાં તે તે ગ્રંથેની યોગ્ય માહિતી આપવામાં આવી છે. ઘણીખરી વાર એમ બને છે કે ચાલુ જમાનામાં કાંઈ નવું જોવામાં આવે ત્યારે આપણે એમ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ કે જેણે જૂના જમાનાના લોકોને આવી બાબતને કશો ખ્યાલ જ નહિ હોય. આ પ્રકારની ભ્રાંતિએ આજે ભારતને ખૂણે ખૂણે દરેક વિષયમાં આપણે જોઈ શકીએ છીએ. અમે અમારા પ્રસ્તુત નિબંધમાં એવી અનેકાનેક બાબતો નોંધી છે અને બીજી એવી અનેક બાબતોને ઉલેખ કરીશું જેથી એવા ભૂલભરેલા ખ્યાલો દૂર થાય. કેટલાંક ઉદાહરણે તે અહીં જ આપી દઈએઃ ચાલુ જમાનામાં નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થએલા વૃતરત્નાકર, છન્દ શાસ્ત્ર આદિ ગ્રંથોમાં ગણ વગેરેની સ્થાપનાયુક્ત એ ગ્રંથોનું સંપાદન જોયા પછી આપણને પ્રથમ નજરે એમ જ લાગી જાય છે કે જૂના જમાનાના વિદ્વાનોને આ જાતને ખ્યાલ જ નહિ હોય; પરંતુ આ માન્યતા કેટલી ભૂલભરેલી છે એની ખાત્રી આ નિબંધમાં આપેલ “અજિતશાંતિસ્તવનના પાનાનું ચિત્ર જોતાં થઈ જશે, જેમાં ગણસ્થાપના, તેના નામને નિર્દેશ, છંદનું લક્ષણ વગેરે બરાબર આપવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૨૧). આ સિવાય જેમ અત્યારે ગ્રંથમાં પાઠાંતરો. પર્યાયા. ટિપ્પણીઓ વગેરે કરવામાં આવે છે તેમ પ્રાચીન ગ્રંથોમાં તેના માર્જિનમાં-હાંસિયામાં તે કરવામાં આવતું (જુઓ ચિત્ર નં. ૧૮). ચાલુ જમાનામાં જેમ ગ્રંથસંપાદનમાં પૂર્ણવિરામ, અર્ધવિરામ આદિ અનેક જાતનાં ચિહ્નો કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં ગ્રંથને વિશદ તેમજ સ્પષ્ટ કરવા માટે અનેક જાતનાં ચિહ્નો, સંત વગેરે કરતા હતા (જુઓ ચિત્ર નં. ૧૮), જે વિસ્તૃત પરિચય અમે અગાઉ આપી ચૂક્યા છીએ. જૈનાચાર્યોની ચંથરચના પુસ્તકલેખન અને જ્ઞાનભંડારો સાથે સંબંધ ધરાવતી જૈનાચાર્યોની ગ્રંથરચના” વિષે પણ અહીં ટૂંક ઉલ્લેખ કરવો અસ્થાને નથી એમ ધારી જૈનાચાર્યો ગ્રંથરચના કરતા ત્યારે ક્યાં રહી કરતા, તેમને જોઈતાં પુસ્તકાદિને લગતી સામગ્રી કોણ પૂરી પાડતું, તેઓ ગ્રંથરચના કરતા ત્યારે શાના ઉપર લખતા, તેમના ગ્રંથ માટે સહાયક અને શોધકો કોણ રહેતા, એ ગ્રંથેની પ્રથમ નકલ કોણ લખતા તેમજ વધારાની નકલો ઉતારવા માટે શી વ્યવસ્થા રહેતી, ગ્રંથોના અંતમાંની પ્રશસ્તિઓમાં શી શી હકીકત નેંધવામાં આવતી, ઇત્યાદિ અહીં જણાવવામાં આવે છે. ગ્રંથરચનાનું સ્થાન જૈનાચાર્યો ગ્રંથરચના કરવા માટે જ્યાં ખાસ ખાસ પુસ્તકસંગ્રહ હોય ત્યાં જઈ સાહિત્યરસિક ધર્માત્મા ધનાઢય ગ્રહની વસતિમાં અથવા એ ધનાઢય ગૃહસ્થોએ કરાવેલ પૈષધશાલા, ત્યમંદિર આદિમાં રહી ગ્રંથરચના કરતા હતા, ત્યાં તેમને એ વસતિ અથવા ચૈત્યના માલિક અગર સંચાલક પાસેથી ગ્રંથસ્યના સમયે જોઇતી દરેક સાધનસામગ્રી તેમજ પુસ્તક વગેરે મળી ૧૧૪ “બ્રહપિનિકા” જૈનસાહિત્યસાધક પુ ૧ અ. ૨માં શ્રીમાન જિનવિજયજીએ સંપાદિત કરી છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy