________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૦૧
સૂકા કે ભીના વાતાવરણની અસર ન થાય, એ પુસ્તકા મેલાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકાને બંધન આંધવામાં આવતાં. આ બંધના સામાન્યરીતે સુતરાઉ જ હેતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પસૂદ જેવાં શાસ્ત્રા માટેનાં બંધને રેશમી હાતાં. દાબડા ઉપર અને તાડપત્રીય પોથીઓ ઉપર બાંધવાનાં બંધને જાડા ખાદીના કપડાનાં બનતાં, મુખ્યત્વે કરીને એ એકવડાં જ હતાં, તેમ છતાં ઘણીવાર એ એવડા ખાદીના કપડાનાં પણ થતાં અને કેટલીકવાર ખાદી અને મશરૂનાં કપડાંને એવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં.
પાટી-પટ્ટી
પુસ્તકની પાથીએ, દાબડા આદિ ઉપર બાંધેલાં બંધને છૂટાં ન પડી જાય એ માટે તેના ઉપર એક-સવા આંગળ પહેાળા પાટી—પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પશુ હાતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાએ સુંદર દુહા, પદ્યો, પાટી-પટ્ટીના માલિકનાં નામેા વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણ ણે ઠેકાણે જોવામાં આવે છે.
દાબડાએ
પુસ્તક રાખવા માટેના દાબડાએ લાકડાના, કાગળના તેમજ ચામડાના અનાવવામાં આવતા હતા. એ બધાના અહીં ટૂંક પરિચય આપવામાં આવે છેઃ
લાકડાના દાબડા
લાકડાના દાબડાઓની બનાવટથી તે આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ર્નિચરને પાલિશ કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને જ્વાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે કાટી ન જાય એ માટે ચંદ્રસના રાગાન તેમજ તેનાથી મિશ્રિત રંગો લગાવવામાં આવતા હતા અને એ જ રીત આપણા પુસ્તક ભરાના ડબ્બાઓ માટે અખત્યાર કરવામાં આવી છે. આ રંગ દાબડાના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે.
કાગળના દાખડાએ
નકામા પડી રહેતા કાગળાને ઉપરાઉપરી ચેાડીને અથવા એ કાગળાને ફૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થોં ભેળવી એ કૂટાના સુંદર સાઇદાર દાખડાએ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રોગાન મિશ્રિત રંગ ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વપ્ન, અષ્ટમંગલ, નેમિનાથની જાન, તે તે સમયના વર્તમાન આચાર્યાંની ધર્મદેશના,તીર્થંકરનાં કલ્યાણુકા અને જીવનપ્રસંગે વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગાનાં સુંદર ભાવવાહી ચિત્રા ચીતરવામાં આવતાં. (જુએ ચિત્ર નં. ૮ આ. નં.૨).