________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
યાદીનું એક કાળયું તેમાં મૂકી તેને બાંધી રાખતા, જેથી એ પેાથી કે દાબડા ખાલતાં તેમાંનાં પુસ્તકા ધ્યાનમાં આવે. એમ તે ભાગ્યે જ હેતું કે પુસ્તકના ઉપર તેના માપના કાગળ વીંટી તે ઉપર તેનું નામ વગેરે લખવામાં આવ્યું હોય. આજના જૈન જ્ઞાનભંડારા પૈકીના કેટલા યે જ્ઞાનભંડાર!,——ખાસ કરી જૈન શ્રમણેાના હાથ નીચેના જ્ઞાનભંડારા અથવા તેમના હાથે સંરકાર પામેલા જ્ઞાનભંડારા—અતિ સુવ્યવસ્થત છે, તેની ટીપા વગેરે પણ એકંદર એવી પદ્ધતિએ તૈયાર થએલી હાય છે કે જેમાંથી નૈઋતાં પુસ્તકો મેળવી શકાય.
આ બધી વાત કાગળની પાયીઓ માટે થઈ. તાડપત્રની પ્રતિ મેટેભાગે વિષમ માપની હાઈ એકબીજા સાથે રહી શકે તેમ નહિં હોવાથી એ દરેક પાથીની આસપાસ લાકડાની પાડીએ મૂકી તેના ઉપર પ્રતિનું નામ વગેરે લખવામાં આવતું. કેટલીકવાર કાગળની પટ્ટી ઉપર ગ્રંથનું નામ વગેરે લખી તેને પણ પાટી ઉપર ચોડવામાં આવતી. નાનાંમેઢાં પ્રકરણની યાથી હાય તે માટે અમે ઉપર જણાવી આવ્યા તેમ તેની અનુક્રમણિકા જુદા પાના ઉપર લખી પ્રતિના ઉપર ‘પ્રકરણ સંગ્રહ' વગેરે નામ લખાતું હતું. આ પછી પુરતકની વચમાં પરાવેલી દેારીથી એ પુસ્તકને આંધવામાં આવતું હતું.
પુસ્તકની પેાથીએ અને દાબડા
ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડેલાં છે, પાંચ, દસ કે જેટલાં બાંધી શકાય તેટલાં પુસ્તકની આસપાસ લાકડાની પાટી કે કાગળનાં જાડાં પૂડાંની પાટલીએ મૂકી તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું. આ રીતે બાંધેલાં પુતકાને પાથી' નામથી ઓળખવામાં આવે છે. આ પાથીઓને ઘણીવાર છૂટી રાખવામાં આવે છે અને કોઇકોઇ વાર લાકડા વગેરેના દાબડામાં પણ રાખવામાં આવે છે. દાબડામાં રખાતાં પુસ્તકો મેાટેભાગે છૂટાં જ રાખવામાં આવતાં અને તેના ઉપર કપડાનું જાડું મજબૂત ડબલ બંધન લપેટવામાં આવતું, જેથી પુસ્તકેાને ભેજ વગેરે વાતાવરણની અસર ન થાય તેમજ એકાએક તેમાં જીવડાં વગેરે પણ ન પડે. આ બધી વ્યવસ્થા ફાગળનાં પુસ્તકે માટે છે.
તાડપત્રીય પ્રતા લંબાઈ-પહેાળામાં વિષમ પ્રમાણની હાઈ એકથી વધારે પ્રતા સાથે રહી શકતી નથી. એટલે અમે ઉપર જણાવી ગયા તેમ તેના ઉપર પાટીએ અને દેરી બાંધી તે ઉપર ખાદીનું મજબૂત એકવડું કે એવડું બંધન આંધવામાં આવતું હતું અને એ ધન બાંધેલી પેથીને લાકડાના દાબડામાં રાખતા હતા. મેટેભાગે દાબડામાં રખાતી તાડપત્રીય પ્રતિને બંધન બાંધવામાં નહાતું આવતું.
પાથીએ માટે પાટી—પાઠાં—પૂઠાં
પુસ્તકનાં પાનાં વળી ન જાય, તેની કારા ખરી કે ઘસાઇ ન જાય તેમજ એ પુસ્તકાની પાથી બરાબર બાંધી શકાય એ માટે એની ઉપરનીચે પાટી, પાડાં, પૂ ં વગેરે મૂકવામાં આવે છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકા સાથે મેટે ભાગે સીસમ, સાગ વગેરેના લાકડામાંથી બનાવેલી પાટી