SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકપલ્લુમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાન ભંડાર રાજાઓ પૈકી જેને જ્ઞાનકેશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વર મશહૂર છેઃ એક વિદ્વત્રિય સાહિત્યરસિક મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ અને બીજા જૈનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા શ્રીસિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રકૃત સાગપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની સેંકડે નકલો કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશ અને રાજ્યોમાં ભેટ મોકલાવ્યા અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથો પૂરા પાડવાના ઉલેખે પ્રભાવક ચરિત્ર,૧૦૧ કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે. જેકે આજે આપણી સમક્ષ મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુરતા પૈકીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિદ્ધહેમરાજપુતની તાડપત્રીય પ્રતિ છે, તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારો લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહત્તવની હકીકતોને આ ચિત્ર ટેકે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં વિદિતાત્રાનું સ્થાન પતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્ર ન. ૧૯ભાં આ નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦મ મહારાજ શ્રીકમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિએ લખાવ્યાના ઉલેખે કુમારપાલપ્રબંધ૧૦૨ અને ઉપદેશતરંગિણીમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડાર લખાવ્યા-સ્થાપ્ય હશે, પરંતુ તેને લગતો કંઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મીન ધાર્યું છે. જન મંત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર-લખાવનાર પ્રાગ્વાટ (પારવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલ, એસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગૅકગચ્છીય આચાર્ય શ્રી વિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારે લખાવ્યાની નોંધ થી જિનકૃત વસ્તુપાલચરિત્ર, ૧૦૧ ‘ર: પુરઃ પુરો વિિિનર્ત તતઃ 1 જ ત્રિર વર્ષ (વાવ), રાજપુતોને ૧૦ || राजादेशानियुक्तश्च, सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सञ्चक्रे, लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ -प्रभावकचरित्र हेमचन्द्रप्रबन्धे જિનમંડનગણિકૃત ‘કુમારપાલપ્રબંધ’ પત્ર ૧૭માં “પ્રભાવક ચરિત્રને મળતે જ ટૂંક ઉલેખ છે. ૧૦૧મ જુએ ચિત્રકળા વિભાગ ચિત્ર નં. ૧૧ ૧૦૨ જુઓ ટિપ્પણી નં. ૮૯.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy