________________
asasasasasasasasasarasasasasasasasasasa anaSEMADAMasasasasasasana પળ ૧૫ર પછી મધ્ય માર્ગમાં ઉગે છે, તેની આકૃતિ પ્રાકાર જેવી અને તારા પાંચ છે. મઘાના પાંચ તારા લેતાં સૂક્ષ્માવકનથી માળા જેવી પણ આકૃતિ દેખાય છે. પાસેનો એક તારે વધારતાં દાતરડા જેવી વક્રાકૃતિ થાય છે અને પાસેનો એક બીજો તારે વધારતાં પ્રાકાર–કિલ્લા જેવું સ્વરૂપ દેખાય છે. ૧૧-૧૨ પૂર્વાફાલ્ગની ૧૫૩ પળ પછી અને ઉતરાફાલ્ગની ૧૪૮ પળ જતાં ઉત્તરમાં ઉગે છે, તે બન્નેની આકૃતિ પયંક (એકેકની અર્ધ પત્યેક) જેવી અને તારા બળે છે. ૧૩ હસ્ત ૧૪૭ પળ જતાં ઉતરમાં ઉગે છે, તેની આકૃતિ હાથના પંજા જેવી અને તારા પાંચ છે. ૧૪ ચિત્રા ૧૪૬ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ અણુવિધેલા મેતી અથવા મુખ જેવી છે. અને તારે એક છે. ૧૫ સ્વાતિ ૧૪૭ પળ જતાં ઉતરચારમાં ઉગે છે, તેની આકૃતિ પરવાળા જેવી અને તારે એક છે. ૧૬ વિશાખા ૧૪૮ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ ઘેડાના ડા મણ જેવી અને તારા ચાર છે. વળી પાસેને એક તારે લેતાં તેની આકૃતિ તેરણ જેવી થાય છે. ૧૭ અનુરાધા વિશાખાના ઉદય પછી ૧૫૩ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ મિતીની માળા કે સાંબેલા જેવી છે, અને તારા ચાર (ત્રણ) છે. ૧૮ જયેષ્ઠા ૧૫ર પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેને આકાર હાથીના દાંત અને તારા ત્રણ છે. ૧૯ મૂળી ૧૫૩ પળ જતાં દક્ષિણમાં ઉદય પામે છે તેની આકૃતિ વીંછીના પુચ્છ જેવી અને તારા ૧૧ છે. ૨૦ પૂર્વાષાઢા ૧૫૧ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ હાથીના પગલા જેવી અને તારા ચાર છે. ૨૧ ઉત્તરાષાઢા ૧૪૮ પળ જતાં દક્ષિણમાં ઉગે છેતેની આકૃતિ સિંહ નિષિદન (બેઠક) જેવી અને તારા ચાર છે. ૨૨ અબીચ પળ ૯ + + + જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ શીંગોડા જેવી અને તારા ત્રણ છે ૨૩ શ્રવણ ઉત્તરાષાઢાના ઉદય પછી પળ ૧૩૪ જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ કાવડ કે ત્રાજવા જેવી અને તારા ત્રણ છે. ૨૪ ધનિષ્ઠા ૧૨૦ પળ જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ સૂપડા જેવી અને તારા ચાર છે. ધનિષ્ઠામાં પાસે તારે લેતાં પક્ષીના પાંજરા જેવી આકૃતિ થાય છે. ૨૫ શતભીષા પળ ૧૧૫ જતાં મધ્યચારમાં ઉગે છે, તેની આકૃતિ પાથરેલ ફૂલ જેવી અને તારા સે છે. ૨૬-૨૭ પૂર્વાભાદ્રપદ ૧૦૮ પળે અને ઉત્તરાભાદ્રપદ ૧૦૨ પળે ઉત્તરમાં ઉદય પામે છે, તે બને ભેગાની આકૃતિ ચોખંડી વાવ જેવી અને તારા બન્મે છે. ૨૮ રેવતી નક્ષત્ર ઉત્તરાભાદ્રપદના ઉદય પછી ૯૬ પળે મધ્યમાં ઉગે છે, તેની આકૃતિ નાવ અથવા મુરજ કે ઢાળેલા પલંગ જેવી અને તારા બત્રીશ છે.
અહીં અભીચ સિવાયના સત્યાવીશ નક્ષત્રમાં અશ્વિનીથી ચિત્રા સુધીના નક્ષત્રોનો જે * અબીચને ઉદય, ૨૪૮ પળે એ થાય છે, તે પૂર્વાષાઢાથી સમજાય છે.