________________
વિવેચન—નક્ષત્રો અઠ્યાવીસ છે, તેનું સવિસ્તાર સ્વરૂપ આ પ્રમાણે છે –
"अश्विनी भरणी चैव, कृतिका रोहिणी मृगः । आदी पुनर्वसु पुष्य-स्ततोऽश्लेषा ततो मघा ॥१॥ पूर्वाफाल्गुनी तस्माच्चै-वोत्तराफाल्गुनी करः ।। चित्रा स्वातिर्विशाखाऽनु-राधा ज्येष्ठा मूलं तथा ॥२॥ पूर्वाषाढोत्तराषाढा-ऽमिच्छ्रवणं धनिष्ठिका ।
રાતિ પૂવારામા, વલી મા ત” | રેલા
અર્થઅશ્વિની, ભરણ, કૃતિકા, રોહિણી, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેશા મઘા, પૂર્વાફાલ્લુની, ઉત્તરાફાની હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મુલ, પૂર્વાષાઢા, ઉત્તરષાઢા, અભિજિત્ (અભી), શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉતરાભાદ્રપદ અને રેવતી; એમ અઠયાવીશ નક્ષત્રો છે. જ્યોતિવિદેએ આ નક્ષત્રમાળની ભગણું (નક્ષત્રોને સમુદાય) એવી સંજ્ઞા રાખેલ છે. આ નક્ષત્રે નિરંતર પૂર્વ દિશામાં ઉદય પામી પશ્ચિમમાં આથમે છે. તેમાંથી અત્યારે કર્યું નક્ષત્ર છે? તે જાણવા માટે તેની આકૃતિ તથા તારાની સંખ્યાનું જ્ઞાન અતિ આવશ્યક છે. તેમાંથી નક્ષત્રના તારાઓની સંખ્યા તે અહીં મુળ ગ્રંથકારે આપી છે. અને આકૃતિ તથા પૂર્વનક્ષત્રથી કેટલી ઘડીના અંતરે મધ્યમાર્ગથી કઈ દિશામાં કયું નક્ષત્ર ઉદય પામે ? તે બીજા ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે –
૧. અશ્વીની નક્ષત્ર પૂર્વ નક્ષત્રના ઉદય પછીના ૯૬ પળ જતાં ઉતરમાં ઉદય પામે છે, તેની આકૃતિ ઘોડાના કંધ જેવી અને તારા ત્રણ છે. ૨. ભરણ અશ્વિનીના ઉદય પછી ૧૨૦ પળ જતાં ઉતર ભાગમાં ઉગે છે, તેની આકૃતિ ત્રિબુણ અને તારા ત્રણ છે. ૩. કૃતિકા ૧૦૮ પળ પછી ઉત્તરમાં ઉગે છે, તેની આકૃતિ ખુરપા જેવી અને તારા ત્રણ છે. ૪. રોહિણે પળ ૧૧૫ પછી દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ શકટ જેવી અને તારા પાંચ છે. ૫. મૃગશર ૧૨૦ પળે મધ્યચારથી દક્ષિણમાં ઉદય પામે છે, તેની આકૃતિ હરણના માથા જેવી અને તારા ત્રણ છે. ૬. આદ્ર પળ ૧૩૪ પછી દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ મણ જેવી અને તારા એક છે. ૭. પુનર્વસુ ૧૪૮ પળ જતાં ઉતરમાં ઉગે છે, તેની આકૃતિ ઘર (તુલા) જેવી અને તારા ચાર છે. ૮. પુષ્ય પળ ૧૫૧ પછી મધ્યમાર્ગમાં ઉદય પામે છે, તેની આકૃતિ બાણ અથવા વર્ધમાનક જેવી અને તારા ત્રણ છે. ૯. અશ્લેષા પળ ૧૫૩ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ પતાકા (ચક્ર) જેવી અને તારા છ છે. બીજે સ્થાને અલેષાની આકૃતિ ગમુત્રિકા-સપિણ જેવી પણ કહી છે. ૧૦ મઘા