________________
દુષ્ટ છે. ભદ્રા-વિષ્ટિના અશુભપણુ માટે ગ્રન્થાંતરમાં કહ્યું છે કે –
"यदि भद्राकृतं कार्य, प्रमादेनापि सिध्यति ।
प्राप्ते तु षोडशे मासे, समूलं तहिनष्यति ॥१॥ અર્થ—કદાચ ભદ્રામાં કરેલ કાર્ય ભુલથી સિદ્ધ થયું હોય તે પણ સેળો માસ આવતાં તે તે મૂળથી નાશ પામે છે.” (૧) ૧૩ હવે વિષ્ટિ ક્યારે આવે તે સ્પષ્ટ કરે છે—
किण्हे पक्खे दिणे भद्दा, सत्तमी अ चउद्दसी ।
रति दसमि तीआए, सुक्के एग दिणुत्तरा ॥१४॥ અર્થ—-કૃષ્ણપક્ષમાં સાતમ અને દશના દિવસે, તથા દશમ અને ત્રીજની રાત્રે ભદ્રા (વિષ્ટિ) હોય છે, અને શુકલપક્ષમાં એક સંખ્યાથી અધિક ઉપરોક્ત તિથિઓમાં ભદ્રા હોય છે ૧૪
વિવેચન—ચરકરણ લાવવાની રીત પ્રમાણે ગણતાં કૃષ્ણપક્ષમાં સાતમ અને ચૌદશને દિવસે (તિથિના પૂર્વ ભાગમાં) વિષ્ટિકરણ હોય છે, અને તે જ પક્ષમાં ત્રીજ અને દશમની રાત્રે (તિથિના ઉત્તર ભાગમાં) ભદ્રા-વિષ્ટિકરણ હોય છે. શુક્લપક્ષમાં–કૃષ્ણપક્ષની તિથિએમાં એક સંખ્યા ઉમેરવાથી આવેલ તિથિઓમાં તે જ વખતે અથાત્ થ અને અગીયારશની રાત્રિએ ( તિથિના પશ્ચિમમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાના દિવસે (તિથિના પૂર્વદલમાં) વિષ્ટિકરણ હોય છે.
દરેક ગ્રન્થમાં વિષ્ટિને અતિબિંધ કહેલ છે, પણ તે કયારે આવે છે તે જાણવું અતિ જરૂરી છે, એટલા માટે આ ગાથા પૂર્ણ ઉપકારક છે. આ ગાથામાં દર્શાવેલ વખત વિષ્ટિને સ્થિરકાળ છે, આ નિયતકાળથી ભ્રષ્ટ થયેલ ભદ્રા (વિટ) નિબળ છે. તે માટે કહ્યું છે કે
“શા વિદિન વત્તા એ કમસર નહિ આવેલ વિષ્ટિ દુષ્ટ નથી.” ઉદયપ્રભસૂરી કહે છે કે–ભદ્રના (વિષ્ટિના) કાળમાં દિવસ–રાત્રિનો ફેરફાર થવાથી તે દુષ્ટ રહેતી નથી, અથાત્ રાત્રિની ભદ્રા દિવસે હોય અને દિવસની ભદ્રા રાત્રે હોય તે ભદ્રા દેષ રહેતો નથી, તે સમયે સર્વકાર્યો કરવામાં હરક્ત નથી. તેમજ અન્ય દિવસની ભદ્રા અન્ય (બીજે) દિવસે આવે તે પણ અદ્ભષિત છે. ૧૪
૫૩