________________
એટલે વદિ ચૌદશની રાત્રે શકુનિ અમાસના દિવસે ચતુષ્પદ, અમાસની રાત્રે નાગ અને શુદિ એકમના દિવસે કિંતુક્ત કરણ હોય છે.
આ સિવાય બવ વિગેરે સાત ચરકરણ છે, તે બાકી રહેલા પ૬ કરણના કાળને સાડી ત્રણ તિથિના અંતરે વારાફરતી આઠ આઠ વાર ભોગવે છે. તેનું પ્રથમ સપ્તક શુદિ એકમની રાત્રિથી શુદિ એથની રાત્રિ સુધી, બીજું સપ્તક શુદિ પાંચમના દિવસથી આઠમના દિવસ સુધી, ત્રીજું સપ્તક આઠમની રાત્રિથી શુદિ અગીયારશની રાત્રિપર્ય"ત, ચોથું ચક્ર શુદી બારશના દિવસથી પૂર્ણિમાના દિવસ સુધી, પાંચમું સપ્તક પૂર્ણિમાની રાત્રિથી વદિ ત્રીજની રાત્રિ સુધી, છઠું સસક વદિ ચોથના દિવસથી વદિ સાતમના દિવસ પર્વત, સાતમું ચક્ર વદિ સાતમની રાત્રિથી દશમની રાત્રિ સુધી, અને આઠમનું સપ્તક વદિ અગીયારશના દિવસથી કૃષ્ણપક્ષની ચિદશના દિવસ સુધી આવે છે. એટલે તે સાતે ફરતા ચરકરણ છે. સહેલાઈથી ચરકરણે જાણવાને એ નિયમ છે કે—કૃષ્ણપક્ષની ઈટ તિથિને બમણી કરવાથી અને શુકલપક્ષની તિથિને એક ઓછી કરી બમણું કરવાથી આવેલ સંખ્યાને સાતે ભાગવી, જેથી ભાગમાં સપ્તક અને શેષમાં દિવસના બવાદિ કરણ આવે છે, અને તેનાથી બીજું કરણ તેજ તિથિની રાત્રે હોય છે, જેમ કે–શુદિ બીજમાંથી એક ઘટાડી બમણું કરવાથી બે આંક આવે છે, તેથી શુદિ બીજના દિવસે બીજું બાલવ અને રાત્રે ત્રીજું કોલ કરણ હોય છે. વળી કૃષ્ણ પક્ષની બીજનું કારણ જાણવું હોય તે તેમાં કાંઈ ઘટાડવાની જરૂર નથી, માટે તિથિના આંકને બમણું કરવાથી ચાર થાય છે, તે વદિ બીજના દિવસે ચોથું અને રાત્રે પાંચમું કરણ આવે છે. ૧૨ા
હવે ચરણકરણનાં નામ અને ફળ કહે છે
बव-बालव-कोलव-तेतिलक्ख गर-पणिअ-विछिनामाणो पायं सव्वे वि सुहा, एगा विठ्ठी महापावा ॥ १३ ॥
અર્થ—-બવ, બાલવ, કલવ, તૈતિલાક્ષ, ગર, વણિજ અને વિષ્ટિ પ્રાયઃ એ કરણે શુભ છે. પણ અંતિમ વિષ્ટિ મહાપાપ-અતિશય દુષ્ટ કરણ છે ૧૩
વિવેચન-ઉપરની ગાથામાં ચરની સંજ્ઞાથી સંબધેલ બવ, બાલવ, કૌલવ, તૈતિલાક્ષ ગર, વણિજ અને વિષ્ટિ એ સાત કરણે છે તેમાં તૈતિલાક્ષનાં સ્ત્રીલેચન અને તૈતિલ એવાં પણ નામાંતરે છે, અને વિષ્ટિનું બીજું નામ ભદ્રા છે. આ સાતમાંથી છ કરણે ઘણું કામમાં શુભ છે. મૂળ ગાથામાં સવે શબ્દ મૂક્યા છે, પણ ચેથા પાદમાં ભદ્રા-વિષ્ટિને નિંઘ કહી છે; માટે સર્વ શબ્દથી સાતે કરણો આવી જાય છે છતાં છ શુભ છે એમ જાણવું. તેમજ ભદ્રા