SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ sana na hamasasaMAMAMARARANASAMARAMIMIMASADANANINIRERANNANEMINEM હવે કરણદ્વાર કહે છે – सउणि चउप्पय नागा, कित्थुग्गा किण्ह चउद्दसि निसाओ । थिरकरण तीस गडिआ, परओ चलकरण एयाइं ॥१२॥ અર્થવદિ ચૌદશની રાત્રિથી ત્રીશ ઘડીવાળા શકુનિ ચતુષ્પદ નાગ અને કિસ્તુન નામના ચાર સ્થિરકરણે આવે છે, અને ત્યારપછી નીચે મુજબ ચર (ફરતા) કરણે આવે છે. ૧૨ વિવેચન–પંચાંગની સામાન્ય ગણનામાં દિવસ તિથિ અને નક્ષત્રની સાઠ ઘડીઓ (અશો) હોય છે, તેથી જ્યાં જ્યાં તિથિગ વિગેરેની છૂટક ધ્રુવ ઘડીની સંખ્યા આવે છે. ત્યાં ત્યાં ૬૦ ઘડી પ્રમાણે માનીને તે કથન કરેલ હોય છે પણ તિથિઓ નક્ષત્ર અને ગો ૬૦ ઘડીથી વિશેષાધિક પ્રમાણુવાળા પણ હોય છે, ત્યારે તેની નિયમિત કરેલી ૬ ઘડીઓમાં પણ આ વિશેષાધિકને સંસ્કાર કરે પડે છે. આ સંસ્કાર કરવાની સહેલી રીતે એ છે કેતિથિ વિગેરે ઘડી ૬૦ થી જેટલી ઘડી અને પળ ઓછા–વધુ થાય તેટલાજ પળ અને વિપળોની હાનિ-વૃદ્ધિ કરવાથી તિથિના સાઠમા ભાગવાળી ધ્રુવઘડી (અંશે) આવે છે. જેમ કે – પ્રતિપદું ૬૨ ઘડી હોય, અને તેની પંદર ઘડી પછીની ચાર વિષ ઘડી શોધવી હોય, તે અહીં તિથિના માનમાં બે ઘડી અધિક હેવાથી દર ઘડીએ બે પળને એમ પંદર ઘડીએ ત્રીશ પળને વૃદ્ધિ સંસ્કાર આવે છે. તે પંદરમાં ઉમેરતાં પ્રતિપદની શરૂઆતથી ઈટ ઘડી ૧પ પછી વિષઘટીને પ્રારંભ થાય છે. તે પણ ચાર ઘડીની છે, તેમાં પણ આઠ પળોની વૃદ્ધિ થતાં ઘડી ૧લ પળ ૮ સુધી વિષતિથિ આવે છે. નક્ષત્ર અને એગમાં પણ આવી જ રીતે ઈષ્ટઘડી લાવવી પડે છે. અર્થાત્ સામાન્ય રીતે દર્શાવેલ દરેક ઘડીએ તિથિ વિગેરેના માનના સાઠમાં ભાગ પ્રમાણે લેવી. આવી જ રીતે તિથિમાનના અર્ધાભાગને જાતિવેદો કરણની સંજ્ઞાથી ઓળખે છે, અને ૬૦ ઘડી પ્રમાણે તિથિના આધારે કરણની ત્રીશ ઘડી હેય છે, પણ તિથિમાં વૃદ્ધિ-હાનિ થતાં કરણમાનમાં પણ તિથિને અર્ધ ભાગજ લેવાય છે. આગળ કહેવાતા વિષ્ટિ (ભદ્રા) કરણની પુછ ઘડી કાઢવા માટે પણ તિથિમાનની વૃદ્ધિ-હાનિને સંસ્કાર કર, અને નક્ષત્રને આશ્રીને રાશિની ઘડી ૧૩૫ હોય છે તેમાં પણ દર ઘડીએ વૃદ્ધિ-હાનિના પલાદિની વૃદ્ધિ-હાનિ કરવી. કારણે હંમેશાં બે હોય છે, તે હિસાબે એક માસમાં ત્રીશ તિથિના ૬૦ કરણ આવે છે. તે પૈકીના વદિ ચૅદશની રાશિથી પ્રારંભ થતાં ત્રીશ ત્રિીશ ઘડીના પ્રમાણવાળા શકુનિ વિગેરે ચાર સ્થિરકરણે છે. આ ચાર કરણે તે જ વખતે આવતા હોવાથી સ્થિર કહેવાય છે પ૦
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy