________________
અર્થા–મેષ રાશિના એકમ અને પાંચમ, વૃષભની બીજ અને પાંચમ, મિથુનની ત્રીજી અને પાંચમ, એમ તિથિઓ છે. બીજા સિંહ ચતુષ્કની છઠ્ઠ, સાતમ, આઠમ અને નામ તિથિ અનુક્રમે છે, તથા દશમ સિંહાદિ ચારે રાશિની તિથિ છે. વળી ત્રીજા ધન ચતુષ્કની તિથિએ અનુકમે અગીયારશ, બારશ, તેરશ તથા દશ છે, અને પૂર્ણિમા ચારે રાશિની તિથિ છે. કોઈપણ પણ રાશિમાં કુર ગ્રહ આવતાં તેની તિથિ ફુર થાય છે, ને તે તિથિ શુભ કામમાં વર્જવી.
કેટલાક કહે છે કે –તે રાશિના નામવાળાનેજ આ તિથિ વર્યું છે, અન્ય આચાર્યો કહે છે કે—–આ બાર રાશિની કુર તિથિઓને માત્ર અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે અને એ ભાગ (૧૫ ઘડી) ત્યજ. એટલે-મેષ, સિંહ અને ધન રાશિમાં પુર ગ્રહ હોય તે ૧-૬-૧૧ અને પૂણમાંથી જે કુર તિથિ હોય તેની પ્રથમની પંદર ઘડી ત્યજવી, અને વૃષ, કન્યા તથા મકર રાશિમાં ૨-૭-૧૨ અને પૂર્ણાની બીજી પંદર ઘડી જવી જોઈએ. ૧૦.
સુર્યદગ્ધા તિથિ કહે છે–
छग चउ अठ्ठमि छट्ठी, दसममि बार दसमि बीया उ। बारसि चउत्थि बीआ, मेसाइसु सूरद१ दिणा ॥११॥
અર્થ_એવા વિગેરે બાર રાશિમાં સૂર્ય હોય ત્યારે અનુક્રમે ૬-૪-૮-૬૧૦-૮-૧૨-૧૦-૨–૧૨-૪-૨ તિથિએ સૂર્યાદગ્ધા છે.
વિવેચન–જેમ રાશિમાં પુર ગ્રહ હોય તો અમુક કુર તિથિઓ થાય છે, તેમ દરેક શિમાં સૂર્ય હોય ત્યારે અમુક અમુક તિથિઓ અશુભ થાય છે તે સૂર્યદક્વા કહેવાય છે. તે તિથિઓ સૂર્યના ચાર ઉપરથી આ પ્રમાણે છે–સૂર્ય મેષમાં હોય ત્યારે છ તિથિ સૂર્યદધા છે, ત્યાર પછી અનુક્રમે વિષમરાશિની દ%ાતિથિના આંકમાં દશ અને સમરાશિની દગ્ધાતિથિના આંકમાં ચારની સંખ્યા મેળવી બારે ભાગવાથી પછીની દરેક રાશિની સૂર્યદગ્ધ તિથિઓ આવે છે. આ રીતે વૃષ સંક્રાન્તિમાં ચોથ, મિથુનમાં આઠમ, કર્કમાં છ, સિંહમાં દશમ, કન્યામાં આઠમ, તુલામાં બારશ, વૃશ્વિકમાં દશમ, ધનમાં બીજ, મકરમાં બારશ, કુંભમાં છે, અને મીન સંક્રાન્તિમાં બીજ દગ્ધાતિથિ છે.
દગ્ધાતિથિ લાવવાની બીજી એવી રીતે છે કે–સૂર્ય સંક્રાન્તિની વિષમરાશિમાં પાંચ અને સમરાશિમાં બે ઉમેરી બરણી ભાગ દેવાથી શેષ દગ્ધાતિર્થિઓ આવે છે. જેમ કે પહેલી મેષ રાશિમાં પાંચ ઉમેરવાથી છઠ્ઠ દગ્ધાતિથિ આવે છે. તથા સમરાશિમાં મીનની બારની સંખ્યામાં બે ઉમેરવાથી ચાદ થાય છે, તેને બારથી ભાગવાથી શેષ રહેલ બીજ મીનસક્રાન્તિની દશ્યતિથિ છે. આ રીતે ચંદ્રની રાશિથી પણ ચંદ્રગ્ધા તિથિએ થાય છે. જે કે નક્ષત્ર અને
૪૬