________________
ગ્રન્થકારેજ નીચેની ગાથાઓમાં આપને સ્પષ્ટ કરેલ છે. આ સિવાય બીજા પણ કેટલાક દિવસના દે ત્યાગ કરવા, તે માટે નરચંદ્રસૂરિ કહે છે કે
"त्यज संक्रमवासरं पुनः, सह पूर्वेण च पश्चिमेन च ।"
એટલે—“સંક્રાતિને દીવસ, તેની પહેલા દિવસ અને પછીના દિવસ, એમ ત્રણ દિવસ ત્યાજ્ય છે.” પણ ઘણા આચાર્યોનો એ મત છે કે —-અત્યંત આવશ્યક કાર્ય હોય, અને ત્રણ દિવસને ત્યાગ ન થઈ શકે તેમ હોય, તે સંક્રાંતિના સમયથી પહેલી અને પછીની સેળસેળ ઘડીઓ વધી.
સૂર્યચંદ્રનું ગ્રહણ થાય તે ગ્રહણનો દિન, તે પહેલાનો એક દિન, અને તે પછીના સાત દિન એમ કુલ નવદિવસ વર્જવા તેમાં આ પ્રમાણે વિશેષ છે.
"सर्वग्रस्तेषु सप्ताह, पश्चाहं स्याद् दलग्नहे ।।
त्रिद्वयेकार्याङगुलग्रासे, दिनत्रयं विवर्जयेत् ॥१॥"
અથ–“સૂર્ય કે ચંદ્ર આખો ઢંકાય તેવું ખગ્રાસ હોય તે ગ્રહણ પછીના સાત દિવસ વર્જવા, અર્ધગ્રાસમાં પાંચ દિવસ ત્યજવા, અને ત્રણ, બે, એક કે અર્ધા આંગુલના ગ્રાસમાં ત્રણ દિવસ વર્જવા” એમ અંગિરસ કહે છે. આ દિવસે ગ્રહણુદગ્ધ કહેવાય છે.
જન્મતિથિ ત્યાગ કરે, અને તે તિથિથી ત્રીશ દિવસવાળ જન્મમાસ ત્યજવે. આ બાબતમાં એટલું વિશેષ છે કે જન્મકાળના દિવસ–રાત્રિ, અને શુકલપક્ષ તથા કૃષ્ણપક્ષના વિપર્યાસથી જન્મતિથિ અને જન્મમાસનો દોષ શમે છે. એટલે માગશર સુદ સાતમે રાત્રે જન્મ થયે હોય તે સાતમને દિવસ પણ કયારેક કાર્યમાં લઈ શકાય છે. એમ માસને માટે પણ યથાનુકુળ શુધ્ધિ તપાસવી. ગુરૂ અને શુકના અસ્ત દિવસે ત્યજવા, તથા તે બંનેના અસ્ત પહેલાંના વૃદ્ધદશાના દિન ૧૫ અને ૫, તથા ઉદય પછીના બાલક દશાના દિવસે ૫ અને ૩ ત્યજવા. શુક્રને વિલોમ ઉદયાસ્ત થાય ત્યારે મૂલથી ત્રણ ગણું ૯ અને ૧૫ દિવસ
* બૃહતિષસારમાં કહ્યું છે કે રાહુનું વિમાન કાળા વર્ણનનું છે જે બ્રહ્માજીના વરદાનથી પર્વકાળમાં દેખાય છે, તે સિવાય દેખાતું નથી.
જે ગ્રહણ હોય તે ગ્રહણ અઢાર વર્ષને દશ કે અગ્યાર દિવસે (દિ.
૬૫૮૫ ક. ૭ મિ૧૨ થતાં) આવે છે. આ ગ્રહણની ભુલથી ચીનમાં જ્યોતિર્વેિદ હિનેહાને મારી નાંખ્યો હતે. (બાળવિદ્યા ૧૮-૨૦) VENENATISLAVYBIERADENSTEIN LITERESSE SUIS ENLLUENCSELLABIESE DE SAINTESE
૪૩