SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ SAMNAMSOSAMIMISISTAMMMMMIMSIMAMISIMAMIMISSI છે, અને એકેક પક્ષમાં પંદર પંદર તિથિઓને સમાવેશ થાય છે. શ્રી રશેખરસૂરીશ્વર વર્ષ અને માસની શુદ્ધિ જોવાનું ગૌણ રાખી તિથિગૃદ્ધિ કહે છે नंदा भद्दा य जया, रित्ता पुणा य तिहि सनामफला । पडिवइ छठि इगारसि, पमुहा उ कमेण नायव्वा ॥८॥ અર્થ-નંદા, ભદ્રા, જયા, રિકતા, અને પૂર્ણ, એમ ક્રમે પિતાના નામ સદશ ફળ આપનારી તિથિએ છે, અને તે અનુક્રમે એકમ છઠ અને અગીયારશથી પ્રારંભીને જાણવી ૧૮ વિવેચન–એકેક પક્ષની અંદર તિથિઓના નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણ એ મુખ્ય પાંચ નામે છે, અને તે નામમાં એકમથી પ્રારંભીને પાંચ તિથિઓને સમાવેશ થાય છે. એટલે પંદર તિથિઓના વારાફરતી તે તે પાંચ નામો આવે છે. સામાન્ય રીતે આ તિથિઓમાં શું કાર્ય કરવું હિતકર છે, તેનો ખુલાસો પણ નંદા વિગેરે તિથિઓના નામ ઉપરથી મળે છે. અર્થાત નંદા વિગેરે પાંચ નામો પણ યથાર્થ છે. આ કથનનું તારણ આ પ્રમાણે છે.--એકમ છઠ અને અગીયારશ, આ ત્રણ તિથિએ નંદા છે, અને તેમાં આનંદના-ઉત્સવ ચિત્ર વાસ્તુ નૃત્ય વિગેરે કાર્યો કરાય છે. બીજ, સાતમ અને બારશ, આ ત્રણ તિથિએ ભદ્રા છે, તેમાં વિવાહ પ્રમાણે શાંતિક પૌષ્ટિક વિગેરે ભદ્રિક કામે કરાય છે. ત્રીજ, આઠમ અને તેરશ, આ ત્રણ તિથિઓ જયા છે, તેમાં વાદ યુદ્ધ વિગેરે જય ફળવાળા કાર્યો કરાય છે. ચોથ, નેમ અને ચૌદશ, આ ત્રણ તિથિઓ રિકતા છે, તેમાં વધ બંધ અગ્નિ વિષ વિગેરે કાર્યો કરાય છે. પાંચમ, દશમ અને પુનમ, આ ત્રણ તિથિઓ પૂણું છે, તેમાં દીક્ષા યાત્રા વિવાહ વિગેરે શુભ કાર્યો કરાય છે. આ તિથિઓના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ ભાગ પડે છે. શ્રી ઉધ્ય પ્રભ સૂરિ કહે છે કે "हीना मध्योत्तमा शुक्ला, कृष्णा तु व्यत्यया तिथि:" અર્થ શુકલ પક્ષની નંદા વિગેરે નામવાળી પાંચ પાંચ તિથિએ અનુક્રમે હીન, મધ્યમ અને ઉત્તમ છે, અને કૃષ્ણ પક્ષમાં તેથી ઉલટી રીતિ છે, એટલે ઉત્ક્રમે-ઉત્તમ, મધ્યમ અને હીન છે. આ સિવાય માસના ત્રણ ભાગ પાડીને તેના દસ દસ દિવસો ઉત્તમ, મધ્યમ અને હીન હોવાનું કેટલાક આચાર્યો કહે છે. કેટલાએક તે બન્ને પક્ષની બે આઠમથી ઉત્તમ અને અધમ દિવસે સૂચવે છે, જ્યારે કયાંક માત્ર વદ દશમથી સાત દિવસે અધમ જણાવ્યા છે. અને સૂક્ષ્મ દષ્ટિએ તો વદિ ચૌદશથી એકમ સુધીના ત્રણ દિવસે સર્વથા વર્યું છે. Ni Vi TimliyજHTA TENWUNGINVATAMANTENNE WANANKAN RESENSES
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy