________________
વર્તમાન શિક વર્તમાન ૯૨૫ બાદ કરી બાકી રહેલા આંકને ૧૯ થી ભાગ દે, અને જે શેષ રહે તે ઉપરથી માસનો આંક શોધ બીજી રીત એવી છે કે--વિક્રમ સંવમાં 8 મેળવી ૧૯ થી ભાગ દે, અને શેષ રહેલ આંક ઉપરથી અધિક માસ શોધવ. શેષ રહેલ આંકમાં ૦ આવે તો જેઠ, ૨ વધે તે આસો (કાર્તિક), ૫ વધે તો શ્રાવણુ, ૮ શેષે જેક, ૧૧ વધે તે વૈશાખ, ૧૩ આવે તે ભાદરે, અને ૧૬ શેષ રહે તે અસાડ માસની વૃદ્ધિ થશે એમ જાણવું. જેમકે-શાકે ૧૮૪૫ માં ક માસ વધે છે? તે જાણવું હોય તે, શકમાંથી ૨૫ બાદ કરતાં ૯૨૦ રહે છે, તેને ૧૯ થી ભાગતાં ભાગમાં ૪૮ અને શેષમાં ૮ આવે છે. આ રીતે ૮ શેષ રહે તે જેઠ માસ વધે એમ નકકી છે, તેથી શાકે ૧૮૪૫ માં જેઠ માસ વધે છે. ચીત્રથી પ્રારંભ થતા વિક્રમ સંવત ૧૯૮૦માં પણ ૪ મેળવી ૧૯ થી ભાગતાં શેષ ૮ વધે છે. તે દિવસની પંચાગશુદ્ધિ તપાસીયે તે પણ આ સ્કૂલ રીતિ પ્રમાણે જેઠ માસની વૃદ્ધિ થયેલ છે કેમકેવૈશાખ વદિ ૧૪ દિને વૃષને રવિ થયે હતો, એટલે પ્રથમ જેઠ શુદિ એકમ અને બુધવારે વૃષને સૂર્ય હો ત્યાર પછી પ્રથમ જેઠ વદિ અમાસ દિને મિથુનમાં સૂર્ય સંક્રમણું થયું હતું, જેથી દ્વિતીય જેઠ શુદિ એકમ અને શુક્રવારે મિથુનને સૂર્ય હતા, પછી તે માસમાં સૂર્ય સંક્રાંતિ થઈ નહિ. અશાડ શુદિ એકમ અને શનિવારે પણ મિથુનના ર૭ મા અંશે સુર્યની સ્થિતિ હતી તથા અસાડ શુદિ ત્રીજ અને સોમવારે કર્કમાં સૂર્ય પ્રવેશેલ છે, તેથી આ રીતે બે જેઠ થયા હતા. આવી જ રીતે દર ત્રીજે વરસે ગયેલા અધિક માસથી બત્રીશ માસ, સોળ દિવસ અને ચાર ઘડી જતા નવો અધિકમાસ આવે છે.
આ અધિક માસની પેઠે ક્ષયમાસ બહુ વાર આવતા નથી, તે તે કયારેકજ આવે છે. ૧૮૮ વર્ષમાં અધિક માસ ૭૨ આવે છે, ત્યારે ક્ષય માસ બે આવે છે. અને તેમાં પણ એવી રીત છે કે–એક ક્ષય માસ આવ્યા પછી ૧૪૧ વર્ષ જતાં ન ક્ષય માસ આવે છે. અને વળી ૧૯ વર્ષે બીજે ક્ષયમાસ આવે છે. આ રીતે વિક્રમ સંવત ૧૮૯૮માં ક્ષયમાન હતું, અને હવે સંવત ૨૦૪૦ માં ક્ષયમાસ આવી ગયો. આ અધિકમાસ અને ક્ષયમાસમાં શુભ કાર્ય વર્જવા જોઈએ. નરચંદ્રસૂરિ માસશુદ્ધિમાં કહે છે કે –
“શિયડધિનારે, પુરત્તે ન સમજો.
लग्नेशांशाधिपतयो, नीचाऽस्तगमे च न शुभं स्यात" ॥१॥
અર્થ–“હરિશયન (ચોમાસા) માં, અધિક માસમાં ગુરૂ અને શુક્રના અસ્ત કાળમાં તથા લગ્નાધિપતિ કે નવાંશ પતિ નીચ સ્થાનમાં હોય અથવા અસ્ત પામ્યા હોય ત્યારે લગ્ન લેવું નહિ, કેમકે તેમાં કાર્ય કરવાથી શુભ થતું નથી. અશુભ થાય છે.
દરેક કાર્તિકાદી બાર માસમાં ચંદ્રની ગતિથી શુકલ અને કૃષ્ણ એમ બબ્બે પક્ષ હોય
૩૯