________________
૨૪ જન્મ કુંડલીમાં હરકોઈ ગ્રહથી ઉપચયના ૩-૬-૧૦-૧૧ સ્થાને રહેલા ગ્રહો પૂર્વ
પ્રહના તાન-પરસ્પર કાર્યના પિષણ કરનાર ગણાય છે. ૨૫ લગ્નસ્થગ્રહ સ્વરાશિથી ચોથા અને દશમા સ્થાનમાં રહેલ ગ્રહ યોગ પામે તો
પરસ્પર કારક કહેવાય છે. ૨૬ કેન્દ્રમાં રહેલ સ્વસ્થ ઉચ્ચ (દીપ્ત) અને ત્રિકોણસ્થ ગ્રહો પરસ્પર કારક છે. ૨૭ ઈષ્ટ દિવસે સૂર્યના ઉદય અને અસ્ત સ્થાનથી ઉત્તર તરફ ઉગીને આથમનાર
ગ્રહ ઉત્તરચર છે. ૨૮ ઈષ્ટ દિવસે સૂર્યના ઉદય સ્થાનમાં ઉગી સૂર્યના અસ્ત સ્થાનમાંજ અસ્ત થનાર--
અર્થાત સૂર્યના ભ્રમણ મંડળમાંજ ચાર કરનાર ગ્રહ અંતર છે. ૨૯ સૂર્યોદય સ્થાનથી દક્ષિણમાં ઉદય પામી દક્ષિણમાં આથમનાર ગ્રહ દક્ષિણચર છે. ૩૦ શીવ્ર ગતિવાળા ગ્રહ મંદ ગતિવાળા ગ્રહના એક ત્રીશાંશમાં મળે, અને ત્યાર પછી
તેમાં પાછળ રહે ત્યાં સુધી તે શીધ્રગતિવાળા ગ્રહ મુથુશિલ કે ઈથિ શાલ
(ગવાળો) કહેવાય છે. ૩૧ મંદ ગતિવાળા ગ્રહના એક ત્રીશાંશમાં મળી આગળ નીકળી તેજ રાશિને
ભેગવનાર શીવ્ર ગતિવાળે ગ્રહ મુશરીફ કહેવાય છે. ૩૨ એક ત્રીશાંશમાં થોડા દિવસ ભોગવનાર ગ્રહ શીઘામી હોય છે. લાલ ગ્રહની
આ પ્રમાણે ૧૧ અવસ્થા દેખાડે છે. ૩૩ પિતાની રાશિમાં રહેલ ગ્રહ સ્વસ્થ કહેવાય છે. ૩૪ ઉચ્ચ સ્થાને રહેલ ગ્રહ દીપ્ત કહેવાય છે. ૩૫ મધ્ય ઘરમાં રહેલ ગ્રહ મુદિત છે. ૩૬ પિતાના વર્ગમાં રહેલ ગ્રહ શાંત કહેવાય છે. ૩૭ પ્રગટ કિરણવાળે ગ્રહ શકિત છે. ૩૮ નીચ સ્થાનને ઓળંઘી સર્વોચ્ચ સ્થાન સન્મુખ થયેલ ગ્રહ પ્રવૃદ્ધવીય હોય છે. ૩૯ દુષ્ટ સ્થાનમાં પિતાના અંશમાં રહેલ સૌમ્ય ગ્રહ અધિવીય મનાય છે.