________________
અતિચારી ગુરૂના દિવસ ૨૮ વર્ષે કહ્યા છે. પણ પ્રધાન ગોચર બળ કે લગ્ન હોય અથવા ગુરૂ ત્રિકોણ ધન સ્ત્રી કે લાભ રાશિમાં જાતે હોય તે ગુરૂ શુભ છે. મંગળ વિગેરે ગ્રહે અનુકમે ૭૪૫-૯૨-૧૪૪–૫૨૪–૨૪૦ દિવસ માગગતિ કરે છે.
આ ગ્રહમાંથી સૂર્ય અને ભોમ રાશિના આદિ ભાગમાં, ગુરૂ અને શુક રાશિના મધ્ય ભાગમાં, ચંદ્ર અને શનિ રાશિના અંત ભાગમાં તથા બુધ આખી રાશિમાં ફળદાયક છે. આ પ્રમાણે સ્થૂલ ગ્રહગતિ જાણવી.
હવે ગ્રહના નામે કહીએ છીએ--ચંદ્ર, બુધ, ગુરૂ, અને શુક સૌમ્ય ગ્રહો છે તથા રવિ, વદ ચૌદશથી શુદી એકમ સુધીને કૃશ ચંદ્ર, મંગલ ક્ર ગ્રહ સાથે રહેલો બુધ, શનિ અને રાહુ કુર ગ્રહો છે. નરપતિ જયચર્યામાં કહ્યું છે કે
राहु-केतू सदा वको, सदा शीघ्रौ विधूण्णगू । कुरा वक्रा महाकूरा; सौम्या वक्रा महाशुभाः ॥१॥
शूकेन्द्र योषितौ मन्द-बुधौ क्लीबो परे नराः ॥ અર્થ—રાહુ અને કેતુ નિરંતર વકી ગ્રહ છે. સૂર્ય ચન્દ્ર નિરંતર અતિચાર ગ્રહ છે. અને ક્રૂર ગ્રહ વક્રી થાય તે મહાકુર થાય છે, તેમજ સૌમ્ય ગ્રહ વક્રી થાય તે મહાસૌમ્ય થાય છે. શુક્ર અને ચન્દ્ર સ્ત્રીગ્રહ છે, બુધ અને શનિ નપુંસક છે, તથા રવિ મંગળ અને ગુરૂ પુરૂષ ગ્રહ છે.
રવિ, સોમ, મંગળ અને ગુરૂ તથા બુધ, શુંક શનિ અને રાહુ, એ ચાર ચાર પિતાપિતામાં મિત્રગ્રહ છે. અને સામ સામા શત્રુગ્રહ છે. પિતપોતામાં પણ સૌમ્યની સૌમ્ય સાથે અને કૃરની કુર સાથે અતિ મૈત્રી છે અને સામાન્ય રીતે સામાસામામાં સૌને સૌમ્ય સાથે અને કુરને કિંર સાથે અતિ શત્રુભાવ છે. ગ્રહની મૈત્રી અને શત્રુભાવ સૂક્ષ્મતાથી આ પ્રમાણે છે.
રવિને શુક્ર શનિ શત્રુ છે, બુધ મધ્યમ છે, અને બીજા મિત્ર છે. ચંદ્રને રવિ અને બુધ મિત્ર છે, અને બીજા મધ્યસ્થ છે. મંગળને બુધ શત્રુ છે, શુક્ર શનિ મધ્યસ્થ છે, અને બીજા મિત્ર છે. બુધને ચંદ્ર શત્રુ છે, રવિ શુક મિત્ર છે, અને બાકીના માધ્યમ છે. ગુરૂને બુધ શુક શત્રુ છે, શનિ મધ્યસ્થ છે અને બીજા મિત્રો છે.
ENESESESSISESEDERHALLESPINELLISESEISVENTES PASSESVESENELYNESIELESHNESSE
૨૩