________________
SaramaNaRaManananananananananananananasasasasaDARAMBENASTITI જેટલા વાર હોય તેટલામે પિતાને અષ્ટમાંશ કુલિક કહેવાય છે. આ રીતે પણ ઉપર કહેલા અર્ધપ્રહરાજ કુલિક યોગવાળા થાય છે. કુલિકમાં શુભ કાર્ય કરવાનો સર્વથા નિષેધ છે, તે માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે –
"छिन्नं भिन्नं नष्टं, ग्रहजुष्टं पन्नगादिभिद्दष्टम् । નારાકુવતિ રિય, વાર્તા કન્ય તત્ર !ા.
અર્થ-કુલિકમાં છેદાયેલ, ભેદાયેલ, ભૂતે ગ્રહણ કરેલ, કે સાપે ડંસેલ હરકોઈ વસ્તુ (પ્રાણી કે બીજે પદાર્થ) અવશ્ય નાશ પામે છે તથા તેમાં કરેલ બીજું કાર્યો પણ નાશ પામે છે.
દિનાષ્ટમાંશમાં કુલિક હોય છે એ કથનમાં શ્રીમાન નરચંદ્રસૂરિ સમ્મત છે, પણ ઉદયપ્રભસૂરિ ઉપર કહેલ દિનાષ્ટમાંશમાં પ્રથમ અધભાગ વજી બીજા અર્ધાભાગના મુહૂર્તમાં કલિક હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે–પિતાથી શનિવાર જેટલામો હોય તેની બમણ સંખ્યાવાળું દિવસનું મુહૂર્ત કુલિકોગવાળું હોય છે, અને રાત્રિએ તેથી એકેક ઓછી સંખ્યાવાળું મુહૂર્ત કુલિક હોય છે. આ રીતે રવિવારથી શનિવારે સાત વાર હોવાથી રવિવારે દિવસે ચૌદમું અને રાત્રે તેરમું મુહૂર્ત સમવારના દિવસે બારમું અને રાત્રે અગીયારમું; એમ અનુક્રમે શનિવારે દિવસે બીજું અને રાત્રિએ પહેલું મુહૂર્ત કુલિક હોય છે. પંદર દિવસના અને પંદર રાત્રિના એમ કુલ ત્રીશ મુહૂર્તે છે. તેનું પ્રમાણ પણ દિનમાન અને રાત્રિમાનના પંદરમા ભાગનું હોવાથી ઉત્કૃષ્ટ દિનમાનમાં બે ઘડીથી અધિક અને જઘન્ય દિનમાનમાં બે ઘડીથી ઓછું આવે છે.
આગમમાં ત્રીશ મુહૂર્તના નામ આ પ્રમાણે છે–૧ રૂદ્ર ૨ શ્રેયાન ૩ મિત્ર ૪ વાયુ ૫ સુપ્રતીત ૬ અભિચંદ્ર ૭ મહેન્દ્ર ૮ બલ ૯ બ્રહ્મા ૧૦ બહુ સત્ય ૧૧ ઈશાન ૧૨ ત્વષ્ટા ૧૩ ભવિતાત્મા ૧૪ વૈશ્રમણ ૧૫ વારણ ૧૬ આનંદ ૧૭ વિજય ૧૮ વિશ્વસેન ૧૯ પ્રજાપતિ ૨૦ ઉપશમ ૨૧ ગંધર્વ ૨૨ અગ્નિવેશ ૨૩ સત્યવૃષભ ૨૪ આતાવાન ૨૫ અર્થવાનું ૨૬ ઋણવાન ર૭ ભૌમ ૨૮ વૃષભ ૨૯ સર્વાર્થદ્ધિ ૩૦ રાક્ષસ. પુરાણ ગ્રંથમાં પણ આની જેવાજ થોડા ફેરફાર સાથે મુહૂર્તોનાં નામે છે, અને તેમાં કહેલ છે કે દિવસના ક્ષણમાં
વેત (શ્રેયાન) ૩ મૈત્ર ૫ સાવિત્ર (સુપ્રતીત) ૬ વૈરાજ (અભીચંદ્ર) ૮ અભિજિતુ (બલ) ૧૦ બેલ (બહુ સત્ય) અને ૧૧ વિજય (ઈશાન) મુહૂર્તો શુભ છે