________________
M AKAMIMARONOMIINOMANAMARINES SIMNana Manamamasaran કહેવાય છે. અને જયાં જયાં કાપે છે. એ તે વર્ષોમાં અને સમયમાં ચિંતા, બિમારી, આર્થિક નુકશાની અને કૌટુંબિક મુશ્કેલીઓ વધારે હોય છે.
(આકૃતિ નં. ૧૭માં ૪) આયુષ્ય રેખામાંથી એક રેખા નિકળીને શુક્રના પર્વત ઉપરથી અંગુઠાના મુળમાં જાય તો તેવા માણસો શેકસી અને વેશ્યા ગામીત થાય છે.
(આકૃતિ નં. ૧૭માં ૫) આયુષ્ય રેખા ઉપર કાળા ડાઘની નિશાની વાળાને નજીકના સંબંધીઓ તરફથી કઈકવાર ઝેર દેવાનો પ્રયોગ થાય છે.
આયુષ્ય રેખાની શરૂઆતમાં સાંકળી છોય તો નાનપણમાં બિમારી બતાવે છે. વર્તુળન નિશાની હોય તો તેવી વ્યકિત શસ્ત્ર દ્વારા આંખ ગુમાવે છે.
આયુષ્ય રેખાના અંદરના ભાગમાં અને મંગળના પર્વતની પાસે ચતુષ્કોણનું ચિન્હ હોય તો તેને સરકારના ભયની મુશ્કેલી આવે અને જેલમાં જવાનો પ્રસંગ બને છે. જે સ્ત્રી પુરૂષને આયુષ્ય રેખાની શરૂઆતમાં હદય રેખા અને મસ્તક રેખા મળતી હોય તે તેઓનું અચાનક મૃત્યુ થાય છે.
આયુષ્ય રેખા સળંગ ન બનતાં તૂટેલી હોય તો એટલે સમય એને બિમારીમાં પસાર કરે પડે છે. આયુષ્ય રેખામાંથી એક કે બે રેખા ગુરૂના પર્વત ઉપર જાય છે તેવા લેકે સત્તાવાન, ધનવાન, ઉચ્ચ પદવીવાળા, ધાર્મિક અને ભાગ્યશાળી થાય છે,
આયુષ્ય રેખામાંથી એક કે બે રેખા શનિના પર્વત તરફ જાય તેવા લોકોને જમીન, ઘર, સ્થાવર મિલ્કત અને કોન્ટ્રાકટના કામમાં સારો લાભ થાય છે
આયુષ્ય રેખામથી એક રેખા સૂર્યના પર્વત ઉપર જાય તે તેને સમાજમાં ધન, માન, કિતી અને આબરૂ મળે છે.
આયુષ્ય રેખામાંથી એક રેખા બુધના પર્વત ઉપર જાય છે તે માણસ ધંધામાં અતિશય પૈસા કમાય છે.
આયુષ્ય રેખામાંથી એક રેખા ઉપલા મંગળ તરફ જાય તો તેવી વ્યકિત સરકારી બળથી કે સાહસ ભર્યા કામથી નામ અને પૈસા કમાય છે
આયુષ્ય રેખામાંથી એક રેખા નીકળી ચંદ્રના પર્વત ઉપર જાય છે તેવા લેકે દેશ પરદેશ મુશાફરી કરે છે. અને ઘણીવાર કાયમ માટે પણ પરદેશ રહી જાય છે. ગુરૂના પર્વત ઉપરથી આયુષ્ય રેખા નીકળતી હોય તે તે વ્યકિત ખાનદાન કુટુંબમાં જન્મ લેનાર, લાંબા આયુષ્યવાળ, યશસ્વી અને જનસેવક થાય છે.