SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ MANASANAMNAMANMAMMAMBABASABAMBANasaSaNaNaNaNaNaMBANAMNMMM લગ્નપતિ હોય અથવા લગ્નમાં હોય, અને કાળહેર શુભ હોય, તે નક્ષત્રવેલ નામના દોષનો ભંગ થાય છે. ૧ ” આ તો સનમુખ વેધને અધિકાર છે, પણ સર્વતોભદ્રચક્ર વિગેરેમાં ત્રણ પ્રકારના વેને આવશ્યક માન્યા છે નરપતિજયે ચર્ચામાં કહ્યું છે કે-ગ્રહ જે નક્ષત્રમાં રહ્યો હોય ત્યાંથી જમણી; ડાબી અને સન્મુખ એમ ત્રણ દ્રષ્ટિથી ત્રણ વેધ કરે છે. વક્રીગ્રહોની જમણી દ્રષ્ટિ પડે છે, મધ્યગતિવાળા ગ્રહની સન્મુખ દ્રષ્ટિ પડે છે અને અતિચારી ગ્રહોની ડાબી બાજુ દ્રષ્ટિ પડે છે. અર્થાતુ-ઈસ્ટ નક્ષત્રથી તીરછી એ દિશામાં સિંહની દાઢાની જેવી રેખામાં જે બે નક્ષત્રો હોય તેમાં રહેલ વક્રી-અતિચારી ગ્રહેવડે ઈટ નક્ષત્ર બે વેધ પામે છે અને નાક સન્મુખ સીધી રેખામાં જે નક્ષત્ર હોય, તેમાં રહેલ ગ્રહથી સન્મુખ વેધ થાય છે. જેમકે-ઈટ ચંદ્રનક્ષત્ર મૃગશર છે. હવે મંગળ વિગેરે સાત વકીગ્રહ પૈકીના જે ગ્રહ ચિત્રા નક્ષત્રમાં હોય તે જમણી દ્રષ્ટિથી મૃગશરને વધે છે. - રવિ વિગેરે સાત અતિચારી રહમાંનો જે ગ્રહ રેવતીમાં હોય તે વામદ્રષ્ટિથી મૃગશરને વધે છે. આ રીતે મૃગશર નક્ષત્ર બે બાજુ ગ્રહભિન્ન થાય છે અને મંગળ વિગેરે પાંચ મધ્યમ ગતિવાળા ગ્રહોમાં જે ગ્રહ ઉત્તરષાઢામાં હોય તે ગ્રહ સન્મુખ દ્રષ્ટિથી મૃગશરને વધે છે. पंचसिलाए दो दो, रेहा कोणेसु रोहिणीमुक्खा। दिसि धुरि रिक्खा उ कमा, वए विलोइज वेहमिहं ॥१३८॥ અર્થ–પંચશલાકા ચક્રમાં ખુણાની બે બે રેખા દેરી દિશાના મથાળેથી રેહિણુ વિગેરે નક્ષત્ર અનુક્રમે સ્થાપવા અને આ વેધ વ્રતમાં છે. ૧૩૮ વિવેચન-પાંચ રેખા ઉભી અને પાંચ રેખા આડી દેરવી. પછી એક ખુણાથી બીજા ખુણા સુધીની એમ બબ્બે રેખા દોરવી અને સપ્ત રેખા ચક્ર પ્રમાણે સમ ઉભી રેખાના ઉપરના ભાગથી રહિણી વિગેરે ૨૮ નક્ષત્રે સ્થાપવા તથા જે ગ્રહ જે નક્ષત્રમાં હોય તે ગ્રહ તે નક્ષત્રની બાજુમાં મુકવા. અહીં પણ સન્મુખ રહેલ ગ્રહથી ઈષ્ટ નક્ષત્રને વેધ થાય છે. આ પંચ શલાકા ચક્રમાં અને સપ્તશલાકા ચક્રમાં આઠ નક્ષત્રને તફાવત આવે છે. તે આકૃતી દ્વારા જોઈએ. આવી રીતે ગ્રહથી વીંધાયેલ નક્ષત્રનો દીક્ષામાં ત્યાગ કરવો DREVENBREDENESE VESELE DOSSIERENELEVENESEINE SELESSNESENAYESEMENELELE SALE ३४३
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy