SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નનો બુધ કેન્દ્રનો ગુરૂ અને ચેથા સ્થાનનો શુક હોય ત્યારે ઈન્દ્ર, કાર્તિક સ્વામી, સૂર્ય, ચંદ્ર અને પક્ષની સ્થાપના કરવી. નવમી તિથિમાં શુકાદય હાય, બળવાન્ ચંદ્ર-ગુરૂ હોય અને દશમ મંગળ હોય ત્યારે દેવીઓની મૂર્તિ સ્થાપવી. આ મુહૂર્તમાં ફેરફાર થાય તે-શિલ્પી, સુતાર અને પ્રતિષ્ઠાપકને વધ-બંધનાદિ દુર થાય છે. અહીં કેઈ શંકા કે જેમ દિવસના પૂર્વ ભાગમાં ગૃહપ્રવેશ કરાવાય છે, તેમ પ્રતિષ્ઠા વિગેરે દિવસેજ કરવાં કે રાત્રે કરવાં ? એનું સમાધાન સૂર્યના ભુવન ઉપરથી થાય છે. કેમકે સૂર્ય સવારથી બપોર સુધી ૧-૧૨-૧૧-૧૦ ભુવનમાં, બપોરથી સાંજ સુધી ૧૦-૮-૮-૭ ભુવનમાં, સાંજથી મધ્યરાત્રિ સુધી ૭-૬-પ-૪ ભુવનમાં અને મધ્યરાત્રિથી સવાર સુધી ૪-૩૨– ભુવનમાં હોય છે. હવે જે જે કાર્યની કુંડળીમાં જે જે ભુવનમાં સૂર્ય શુભ હોય તે તે કાર્યમા તે તે ભુવનના યોગમાં આવતા ઈષ્ટ લગ્નના ઉદયવાળે દિનભાગ પણ શુભ જ છે. પરંતુ અહીં યાદ રાખવું કે દિવસના ઉત્તરાર્ધમાં વિવાહનું લગ્ન લેવાય છે, પણ પ્રતિષ્ઠાનું લગ્ન લેવાતું નથી. માટે આ બાબતમાં સર્વથા વૃદ્ધપરંપરાને અનુસરવું એજ વધારે પ્રમાણભૂત છે. હવે નક્ષત્રદેષ દ્વાર કહે છે :संझागयं रविगयं, विड्डुरं सग्गरं विलंबं च । राहुयं गहभिन्नं, वजए सत नक्खत्ते ॥१२८॥ अस्थमणे संझागयं, रविगयं जत्थ ट्रिओ अ आइयो । विड्डरमवद्दारिय, सग्गह-कूग्गहाठिअं तु ॥१२॥ आइच्च पिडओ ऊ, विलंबि राहुहयं जर्हि गहणं । मज्झेण गहो जस्स उ, गच्छइ तं होइ गह भिन्नं ॥१३०॥ અર્થ-શુભકાર્યમાં સંસ્થાગત, રવિગત, વિવર, સગ્રહ, વિલંબિત, રાહુહત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્ર વજ્ય છે (૧૨૮) અસ્તકાળે હોય તે સંધ્યાગત, સૂયવાળું તે રવિગત, વક્રીગ્રહવાળું તે વિડવર, કુર ગ્રહવાળું તે સંગ્રહ, (૧૨૯) સૂર્યની પૂંઠનું તે વિલંબિત, ગ્રહણવાળું તે રાહુહત અને જેના મધ્યમાંથી ગ્રહ જાય તે ગ્રહભિન્ન નક્ષત્ર કહેવાય છે. ૧૩૦ છે. વિવેચન-હરકોઈ શુભકાર્યમાં શુદ્ધ નક્ષત્ર હોય, પણ તે સધ્યાગત, રવિગત, વિશ્વર, સગ્રહ, વિલંબિત, રાહુત, કે ગ્રહભિન્ન હોય તો નષ્ટ છે. તેમાં સૂર્યને અસ્ત થાય ત્યારે સંધ્યાકાળે જે નક્ષત્ર પૂર્વમાં ઉગે તે સંસ્થાગત કહેવાય છે. સૂર્યથી ભોગવાતું નક્ષત્ર રવિગત કહેવાય છે, વકી ગ્રહથી ભગવાતું નક્ષત્ર વિડવર કહેવાય છે, ફરગ્રહથી ભેગવાતું નક્ષત્ર સંગ્રહ ૩૩૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy