SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ MasasaMasama anamalasahamasaMMANASAN SAMKNanasasasasaNaKASIM કઈ વસ્તુથી આ રોગ થયો છે તેનું ૧-૪ બળવાન હોય અને ૭ મું નિર્બળ હોય તે શીશ રેગહાનિનું સપ્તમસ્થ ગ્રહ સૌમ્ય પુષ્ટ હોય તે ઔષધ વગર સજજ થશે એવું સપ્તમસ્થ કે સપ્તમેશ ગ્રહ ઉપરથી રેગ પરીક્ષાનું, અષ્ટમેશ ઉપરથી મૃત્યુનું-ઘાતક નું, અને દશમ ભુવનની ચરાદિ રાશિ ઉપરથી રોગીનું બેસવું ઉઠવું વિગેરે સ્થિતિનું, તથા દશમેશ ઉપરથી રેગીના જાતિવય વર્ણ વિગેરેનું જ્ઞાન થાય છે. કાળજ્ઞાનમાં કહ્યું છે કે–આદ્ર, અશ્લેષા, મઘા, મૂળ, જયેષ્ઠા અને ભરણી નક્ષત્રમાં વૈદ્યને બેલાવવા જવું નહિ. હૃતે પણ હાથમાં વાંસ લઈ એકાકીપણે વૈદ્યને બોલાવવા જવું નહીં, કેમકે તે પ્રમાણે જાય તે રોગીનું સાત દિવસમાં મૃત્યુ થાય છે. સ્વાતિ, અશ્લેષા આ પૂર્વા અને જયેકામાં રોગી થયેલને ઔષધ આપવામાં ફળની આશા રાખવી નહીં, અને સાધ્યાસાધ્યની તપાસ કરી ઔષધ આપવું. આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે-જાતકકત રિષ્ટ વેગ ન હય, આઠમે સ્થાને દૂર ગ્રહ હોય, છ, સાતમે અને બારમે સ્થાને ક્રૂર ગ્રહ ન હોય અને સૌમ્ય ગ્રહો બળવાના હોય ત્યારે ઔષધનું સેવન શુભ કારક છે. [આ. ૩-૮૨ ] ગ્રન્થકાર સૂરિમહારાજ ઉત્તરાર્ધ ગાથાથી કહે છે કે-રોગીને માથે પાણી નાખવું હોય ત્યારે સોમવાર શુક્રવારને ત્યાગ કરવો અને બીજા વારે લેવા. પુણુભદ્રામાં બુધ તથા ગુરૂ અને હર્ષ પ્રકાશમાં શનિવાર વજ્ય કહેલ છે. નક્ષામાં પુનર્વસુ, જ્યેષ્ઠા, અશ્લેષા, સ્વાતિ અને મઘા પણ અશુભ છે. અન્ય સ્થાને કહ્યું છે કે-રવિ, મંગળ તથા શનિવાર, વિષ્ટિ, વ્યતિપાત, અશુભ ચંદ્ર તથા અશુભ તારા રેગીના અભંગ નાનને માટે અશુભ છે. [આ. ૩-૭૦] તેલ ચેળવાપૂર્વક સ્નાનને માટે આરંભસિદ્ધિમાં કહ્યું છે કે-આબાદીને ઈચ્છતા પુરૂષે ૨-૬-૮-૧૦-૧૩–૧૪-૧૫ તિથિ, રવિ, મંગળ, ગુરૂ અને શુક્રવાર, પર્વદિન, ગ્રહણદિન, સંક્રાતિદિન, વિષ્ટિકરણ, વૈધૃતિ અને વ્યતિપાત યેગમાં અત્યંગ સ્નાન કરવું નહિં. બ્રહજતિષસારમાં કહ્યું છે કે-રવિ વિગેરે સાત વારમાં અત્યંગ-સ્નાન કરે તે અનુક્રમે તાપ, કાંતિ, મૃત્યુ, લમી, ધનનાશ, વિપત્તિ અને સંપત્તિ રૂપી ફળ મળે છે. હવે મૃત્યુગ કહે છે – नामनक्खतमकिंकदृ, एकनाडीगया जया । तया दिणे भवे मच्चू, नन्नहा जिणभासि ॥ ११ ॥ ESSEN SINNE WESELENLEYEMEKLENENESSESELEDERNESSBLESPLIESENIENENES ૩૦૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy