________________
Vasarana SARAKSESORAMKANISA ananananda SARTRANANDSAISTINTIVIRAKENEN તે પાછી મળે છે ૧૦૯
વિવેચન–જે દિવસે વસ્તુ ચોરાઈ હોય તે દિવસનાં નક્ષત્ર ઉપરથી ચોરાયેલી વસ્તુ જાણવાની રીતિ આ ગાથામાં દેખાડેલ છે. અશ્વિની ભરણી વિગેરે ચાર ચાર નક્ષત્રોને અનુક્રમે કાણાં, ચીબડાં દેખતાં અને આંધળા, એમ સંજ્ઞાઓ દેખાડી છે. એટલે દરેક સંજ્ઞામાં સાત સાત નક્ષત્ર ગણાય છે, જે અમોએ નક્ષત્રદ્વારમાં દર્શાવેલ છે. તે દક્ષિણાદિ મુખવાળાં કરવા. એટલે કાણુ, ચીબડાં, દેખતાં અને આંધળા નક્ષત્રમાં ગયેલ વસ્તુ અનુક્રમે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશામાં ગઈ છે એમ સમજવું. તેમાં પહેલી બે જતિના નક્ષત્રમાં વસ્તુ ગઈ હોય તે તે મળશે કે નહિં મળે ? એ પ્રમાણે વાતે થાય છે અર્થાત્ ાણ નક્ષત્રમાં ગયેલ વસ્તુ બહુ મહેનતે મળે છે. ચીબડામાં ગયેલ વસ્તુ મળવાની આશા રહે છે, વસ્તુની ખબર મળે છે અને કદાચજ વસ્તુ મળે છે. દેખતા નક્ષત્રમાં ગયેલ વસ્તુ મળતી જ નથી. અને આંધળા નક્ષત્રની વસ્તુ સુખેથી મળે છે.
આરંભસિદ્ધિની ટકામાં કહ્યું છે કે-કોણ નક્ષત્રમાં ચોરાયેલ વસ્તુ અધી પાછી મળે છે. આંધળા નક્ષત્રમાં ગયેલ બે પગવાળી કે ચાર પગવાળી વસ્તુ કષ્ટથી પાછી મળે છે. દેખતા નક્ષત્રમાં ગયેલ ત્રણ પાદવાળીલંગડી વસ્તુ પણ પાછી મળે છે. તથા આંધળા નક્ષત્રમાં વસ્તુ નજીકમાં જ હોય છે. બૃહજજયોતિસારમાં કહ્યું છે કે-આંધળા, કાણું અને ચિહ્ન નક્ષત્રમાં ગયેલ વસ્તુ અનુક્રમે સુરતમાં ત્રણ દિવસમાં અને ચેસઠ દિવસમાં મળે છે. હવે નષ્ટપ્રાપ્તિની બીજી રીતે કહે છે –
रविरिक्खा छव्याला, यारस तरुणा नव परे थेरा। थेरे न जाइ तरुणे-हिं जाइ याले भमइ पासे ॥११०॥
અથ–રવિ નક્ષત્રમાં છ બાળક છે, બાર જુવાન છે અને પછીનાં નવ સ્થવિર છે. તેમાં–સ્થવિર વૃદ્ધ નક્ષત્રમાં ગયેલ વસ્તુ જતી નથી, જુવાન નક્ષત્રની વસ્તુ જાય છે અને બાળક નક્ષત્રની વસ્તુ પાસે ભમે છે. # ૧૧૦
વિવેચન-રવિ નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. તેમાં પહેલાનાં છ નો બાળનક્ષત્રો છે. વસ્તુ ચોરાઈ હોય ત્યારે આ છ પૈકીનું હરકેઈ નક્ષત્ર હોય તે જાણવું કેચિરાયેલ વસ્તુ પાસેની ભૂમિમાં છે, ઠેકાણે પડી નથી, તેમ દુર ગઈ નથી પછીનાં બાર નો જુવાન છે. આ નક્ષત્રમાં વસ્તુ ચોરાય તે જાય છે, પાછી આવતી નથી અને છેલ્લાં નવ નક્ષત્ર વૃદ્ધ છે જેમ વૃદ્ધ પુરૂષ હરી ફરીને ઘેર આવે છે, તેમ વૃદ્ધ નક્ષત્રમાં ગયેલ વસ્તુ
૨૬