________________
TOMMM MIINI Mana Msamaha MINUMANISTIYASAMASSANAIMIONA માલીકની પાસે પાછી આવે છે. રાશિ અને ગ્રહદ્વારા ગત વસ્તુનું જ્ઞાન સહેલાઈથી થાય છે માટે શ્રી નરચંદ્રસારિ સવૃત્તિ પ્રસનશતકમાં કહે છે કે
વસ્તુ ગઈ હોય ત્યારે તાત્કાલીક લગ્નકુંડળીમાં કે પ્રશ્ન કુંડળીમાં તપાસ કરવી લગ્નેશ ઉપરથી વસ્તુ સ્વામીનું ધનપતિ ઉપરથી ચોરાયેલી વસ્તુ આકૃતિ અને ધાતુ વિગેરે નું ધનેશ સાથેના ગ્રહની સંખ્યાથી ચોરાયેલી વસ્તુની સંખ્યાનું સપ્તમેશ ગ્રહથી વસ્તુ સંતાડી હોય તે ઉપર નીચે સ્થાનનું અષ્ટમેશ ઉપરથી ચેર ચેરની જાતિ, વય અને સંખ્યાનું; અષ્ટમેશવાળા ભુવન ઉપરથી ચારનું નામ અને લગ્ન તથા લગ્નેશ ઉપરથી દિશાનું જ્ઞાન થાય છે. આ ચારે પતિ ગ્રહો પૂર્વાર્ધ કુંડળીમાં હોય તે વસ્તુ ધામમાં છે અને ઉત્તરાર્ધ કુંડળીમાં હોય તે વસ્તુ ધામ બહાર હોય છે તથા તે ચારેમાં જે બળવાન હોય તે ઉપરથી અનુક્રમે-દેશ, સ્થાન, ઘર કે ગામની અંદર કે બહાર છે એમ સમજવું
સ્થિર લગ્ન હય, ધનેશ પુષ્ટ હોય, ધનને જોતા હોય અને અષ્ટમેશ નબળ હોય તે વસ્તુ કયાંક ભૂલથી માયેલ છે પણ સાંભરતી નથી, અથવા વસ્તુ ઘરમાંથી ગઈ નથી એમ જાણવું, પણ ચર લગ્ન હોય અને બીજું પણ વિપરીત હોય તે વસ્તુ ઘરમાં નથી, એમ જાણવું. વળી અષ્ટમેશ લગ્નમાં હોય, લગ્ન કેન્દ્ર અને લગ્નેશ શુભ ગ્રહવાળાં હોય, લગ્નેશ લગ્ન કે કેન્દ્રમાં હોય, અથવા શુભ ગૃહે આઠમે કે બારમે ન હોય, અથવા લગ્નેશ અને એકાદશસનો યુગ થાય તે જરૂરી વસ્તુ પાછી મળે છે. તથા–લગ્ન લગ્નેશ અને કેન્દ્ર દૂર ગૃહવાળા હોય, અથવા અષ્ટમેશ સૌમ્યગ્રહ સાથે હોય, અને સૌમ્યગહ સાથે કેન્દ્રમાં પડ હોય અથવા મૃત્યુ અને વ્યય સિવાયના ભવનોમાં ક્રૂર ગ્રહ પડ્યા હોય તે તે વસ્તુ જાય છે. પણ અષ્ટમેશ સાતમા ભુવનમાં હોય તે ચાર મૃત્યુ પામે છે એ પ્રમાણે જાણવું
અહીં તે ગ્રહના અનુક્રમે–મૂળ, ધાતુ, ધાતુ, જીવ, જીવ, મૂળ અને ધાતુ દ્રવ્ય છે. ચરસ, સ્થળ, ચરસ, ગોળ, ગોળ, ખંડ અને દીર્ધ આકૃતિઓ છે. મોતી રૂપે ત્રાંબુ સોનું, રત્ન, રૂપ અને લેડું (રાહુનું હાડકુ) અથવા ત્રાંબુ, મણિ, સોનું, કાંસુ, રૂપુ, મોતી અને લટું ધાતુઓ છે. પશુભૂમિ, જળ, દગ્ધસ્થાન, લાકડું, મંદિર, પાણી, અને અગ્નિ સ્થાને છે. ઉંચી, સમ, ઉંચી; તીરછી, સમ, તીરછી અને નીચી દ્રષ્ટિ છે. ગ્રહોની દિશા અને જાતિ પહેલાં (પુષ્ઠ ૩ તથા ૨૮૩ માં) કહેવાય ગયા છે. ચાર પ્રશ્નમાં બાર ભુવનના ચેરે અનુક્રમે–ઘરધણી, ભંડારી, ભાઈ માતા, પુત્ર, શત્રુ, સ્ત્રી,
૨૯૭