________________
MAN SASARANASANMIMSARNANNAMMIREMNIMMMANAMNAMAMAMMO
નક્ષત્ર માટે પ્રખ્યકાર સૂરિ મહારાજ પિતે કહે છે કે-જિન પ્રતિમાના પ્રવેશનાં શુભ નક્ષત્ર-હિણી, મૃગશર, * પુષ્ય, ઉત્તરાફાલ્ગની, ચિત્રા (સ્વાતિ), અનુરાધા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ અને રેવતી છે. ઉદયપ્રભસૂરિ તે આ દરેક નક્ષત્રોને તથા સ્વાતિને પ્રવેશનક્ષત્ર તરીકે ઓળખાવે છે. અન્ય સ્થાને પ્રવેશ નક્ષત્રમાં ચિત્રા સ્વાતિ અને શતભિષાને સ્વીકાર કર્યો નથી. તે માટે કહ્યું છે કે –
ऋते चित्रां ध्रुवे मैत्रे, धनिष्ठापुष्ययोः शुभः ।
प्रवेशः सितेन्दुगुरौ, स्वस्य जिनबिम्बस्यच ॥१॥ અથ—“ચિત્રા વજીને ધવ, મૈત્ર (મૃ૬) ધનિષ્ઠા અને પુષ્ય નક્ષત્રમાં તથા શુક સમ અને ગુરૂવારે પિતાને તથા જિનબિંબને પ્રવેશ કરાવવું તે શુભ છે. ૧u” બિંબપ્રવેશ નક્ષત્રમાં ઘરમાં પણ પ્રવેશ કરી શકાય છે. દેવવલ્લભકારે દારૂણ, ઉગ્ર, મિશ્ર, ચર અને શિક નક્ષત્રમાં રાજાને પ્રવેશ નિષેધ કરેલ છે. તે માટે કહેલ છે કે.. विशाखासु राज्ञी च तीक्ष्णेषु पुत्रः, प्रणाशं प्रयात्युग्रभेषु क्षितीशः । गृहं दह्यते वहिना वहि धिष्ण्ये, चरैः क्षिप्रधिष्ण्यैश्च भूयोऽपि यात्रा ॥१॥
અર્થ—“વિશાખામાં ગૃહ પ્રવેશ કરવાથી રાણુને નાશ થાય, તીક્ષણમાં પુત્રને નાશ થાય, ઉગ્રમાં રાજા મૃત્યુ પામે, કૃતિકામાં પ્રવેશ કરવાથી અગ્નિ વડે ઘર બળે; અને ચર તથા ક્ષિપ્ર નક્ષત્રમાં ફરીવાર યાત્રા કરવી પડે છે. In ૧ ”
લલ કહે છે કે જે નક્ષત્રમાં કઈ ગ્રહ ન હોય તે નક્ષત્ર પ્રવેશમાં વખાણવા લાયક છે, પણ રવિ, મંગળ અને શનિ ગ્રહવાળું નક્ષત્ર તે સર્વથા વજર્ય છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે
विधाय वामतः सूर्य, पूर्णकुम्भपुरस्सरः ।
गृहं यद्दिङ्मुखं तदिग-द्वारधिष्ण्ये विशेषतः ॥१॥ અથ–સૂર્યને ડાબો રાખીને પૂર્ણ કુંભ સહિત જે દિશાના મુખવાળું ઘર હોય તે દિશાના દ્વારવાળા નક્ષત્રમાં પ્રવેશ કરે તે વિશેષ શુભ છે નામુહુર્ત ચિંતામણિની
* મૂળ પાઠમાં મૃદુ નક્ષત્રથી મૃગશરનું ગ્રહણ થાય છે, છતાં બીજીવાર મૃગશર નક્ષત્ર લખ્યું છે તે કેમ લખાયું છે તે સમજી શકાતું નથી. કદાચ પ્રવેશ કાર્યમાં મૃગશરની વિશિટતા દેખાડવી હોય, અથવા સ્વાતિને સ્થાને લેખન દેથી મૃગશર લખાઈ ગયું હોય એમ માત્ર સંભવે છે.
૨૬૫