________________
BaranamalaRaBanananananananana STRANASAN DISASTRESISESEIMARANEM
ગૃહ આરંભના સ્થાન માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે—-ભાદર, આસ તથા કાર્તિક માસ હોય તે ઉત્તર દિશામાં માગશર, પિષ અને મહા માસ હોય તે પૂર્વ દિશામાં, ફાગણ, ચૈત્ર તથા વૈશાખ માસ હોય તો દક્ષિણમાં અને જેઠ, અસાડ કે શ્રાવણ માસ હોય તો પશ્ચિમ દિશામાં ખત કરવું.
એક હસ્ત લિખિત બંગાળી પ્રતમાં પણ આ જ પ્રમાણે ખાતની દિશા કહેલ છે. (ભારત વર્ષ પ. ૧૨)
વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે–વૃષ (વૈશાખ) આદિ ત્રણ ત્રણ સંક્રાન્તિમાં અનુક્રમે વાયવ્ય નૈરૂત્ય, અગ્નિ અને ઇશાન ખુણામાં ખાત તથા શિલા સ્થાપન કરવું. શીલ્પ દીપકમાં કહ્યું છે કે-મિથુનાદિ ત્રણ ત્રણ સંક્રાન્તિમાં અનુક્રમે અગ્નિ, નૈરૂત્ય. વાયવ્ય અને ઈશાન ખુણામાં ખાત કરવું, પણ તેજ મકાનને પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં ખાત, શિલા સ્થાપન કે બારણું વિગેરે કાંઈ પણ કરવું નહિ, કેમકે—ખત કુક્ષિમાં કરાય છે, જ્યારે ઉત્તર દિશામાં મુખ હોય છે, માટે તે દિશાનો ત્યાગ કરે. (શિલ્પ૦ ૪૨)
આ પ્રમાણે અન્ય ગ્રન્થમાં વાસ્તુ વિચાર જણાવેલ છે, પરંતુ ગ્રન્થકાર સૂરિ મહારાજ આવી રીતે સમસ્ત દિનશુદ્ધિ જણાવતા નથી. એટલે કે-આ દરેકમાં માસ તિથિવાર વિગેરેની સામાન્ય દિનશુદ્ધિ તપાસવી, અને નક્ષત્રશુદ્ધિ દરેકમાં જુદી જુદી તપાસવી. આ ઉદ્દેશથી માત્ર ગૃહારંભના શુભ નક્ષત્રોજ જણાવે છે. તેઓ કહે છે કે ચૈત્યનો પ્રારંભ કરતાં સૂત્રપાતમાં (બીટી સ્થાપી દેરી બાંધવામાં) રહિણી અને ત્રણે ઉત્તરા એ ધ્રુવ નક્ષત્ર મૃગશર, ચિત્રા, અનુરાધા અને રેવતી, એ મૃદુ નક્ષ; તથા હરત, પુષ્ય. ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતિ નક્ષત્ર શુભ છે. વળી શિલા સ્થાપવામાં ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશર, અને શ્રવણ નક્ષત્રે શ્રેષ્ઠ છે.
આ બન્ને કાર્યમાં દુષ્ટ, ચર અને કૃર નક્ષત્રોનો ત્યાગ કરવો. એક સ્થાને નોંધ છે કે ગ્રહ પ્રારંભમાં શરણુ પંચક (મકર કે કુંભનો ચંદ્ર હોય ત્યારે ઉત્તરાષાઢા વિગેરે પાંચ નક્ષત્રોને ત્યાગ કરવો (હસ્તલિખિત બંગાળી પ્રત B ૫/૧૨) કૃતિકા નક્ષત્ર તે અવશ્ય ત્યજવું. શિલ્પ ગ્રન્થમાં કહ્યું છે કે
अग्निनक्षत्रगे सूर्य, चन्द्रे वा संस्थिते यदि ।
निर्मित मंदिरं नूनं, अग्निना दयतेऽचिरात् ॥१॥ અથ—અગ્નિ નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્ર હોય તે તે વખતે કરેલું મંદિર અગ્નિ વડે અવશ્ય ટૂંકી મુદતમાં બળે છે it૧” ખાંતમાં સૂતિ પૃથ્વીને વેગ હોય તે શ્રેષ્ઠ છે.
२१२