________________
આયના આકથી વ્યયને આંક અધિક હોય તે રાક્ષસ વ્યય, સમાન હોય તે પિશાચવ્યય, અને એ છે હોય તે યક્ષવ્યય, કહેવાય છે. આ ત્રણમાં યક્ષ વ્યય શ્રેષ્ઠ છે. ઉદાહરણ – અશ્વિની નક્ષત્રથી શાંત વિગેરે વ્યય ગણતાં ઉત્તરાફાગુની નક્ષત્રમાં જે શ્રેયાનું વ્યય અવે છે, તે યક્ષને વ્યય છે. જે વ્યયથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
૮ અંશ ક્ષેત્રફળને આંક, ઘરનાનામના અક્ષરોને આંક, અને વ્યયને અંક, એ ત્રણને સરવાળે કરી ત્રણથી ભાગ દે. તેમાં શેષમાં ૧, ૨ અને ૩ રહેવાથી અનુક્રમે ઈદ્ર યમ અને રાજાના અંશે આવે છે. આ ત્રણ અંશમાં યમ અંશ અધમ છે, રાજાંશ મધ્યમ છે અને ઈંદ્રાંશ ઉત્તમ છે.
શિ૯૫દીપકમાં કહ્યું છે કે–પ્રાસાદ, પ્રતિમા, પીઠ, વેદી, કુંડ, વજ, સુખસ્થાન, નાટકશાળા, ઉત્સવભૂમિ વિગેરેમાં ઈન્દ્રાંશ શ્રેષ્ઠ છે. વ્યંતરના મંદિર, ગ્રહભુવન, માત્રિકા પ્રાસાદ, વ્યાપાર સ્થાન, ક્ષેત્રપાળનું મંદિર, કમળનું ઘર, ખાટકીનું ઘર, આયુધશાળા, વિગેરેમાં યમાંશ દેવો સારા છે. અને સિહાસન, શય્યા, ઘોડાર, હાથીશાળા, રાજ્ય સામગ્રીનું સ્થાન, કચેરી, નગર વિગેરેમાં નૃપાંશ દે શ્રેષ્ઠ છે. જેમકે ક્ષેત્રફળનો આંક ૨૨,૪૭૯, ધ્રુવ ઘરના નામના અક્ષરેને આંક ૨, અને શ્રેયાન વ્યયને આંક ૪ છે, તે ત્રણને સરવાળે કરતાં ૨૨,૪૮૫ થાય છે, જેને ત્રણથી ભાગતાં શેષ ૦ રહે છે. તે આરીતે નૃપાંશ થયે તે શુભ છે.
આ પ્રમાણે-નવા ઘરમાં, પ્રાસાદમાં, ગર્ભગૃહમાં, રંગમંડપમાં, ગભારાની બારી-બારણામાં, ચિતરામાં, અને ગામ વિગેરેમાં નીચેની ભૂમિમાં આય વ્યય વિગેરે તપાસવા પણ મૂળ
સ્થાન સાથે જોડાયેલ ખંડ, ઓસરી પરશાળ વિગેરેમાં આ વિગેરેની જરૂર નથી. આ રીતે ગુણદોષ તપાસી, સમાન વ્યયવાળું, અધિક વ્યયવાળું, યમના અંશવાળું, વિરૂદ્ધ રાશિવાળું, વિરૂદ્ધ તારાવાળું, અને ઘરધણીના નામના અક્ષર જેટલા અક્ષરવાળું નવું ઘર ત્યજવું. એમ શ્રી હેમહંસ ગણી કહે છે.
અન્ય સ્થાને કહ્યું છે કે–આયાદિક નવ અંગોમાંથી નવ સાત પાંચ અથવા ત્રણ અંગે શુભ હોય તે તે ઘર શ્રેષ્ઠ છે. તેથી અધિપતિ, ઉત્પાત, તત્ત્વ અને આયુષ્ય વિગેરેની પણ અનુકુળતા જોવાય છે. તે નીચે પ્રમાણે છે.
* નીચેની ભૂમિમાં અને ઉપરના માળમાં ઉંચાઈ લંબાઈ અને પહોળાઈમાં તફાવત હોય છે, માટે માળવાળા ઘરમાં પણ નીચેની ભૂમિમાં જ આવ્યવ વિગેરે જેવાં. પહેલી ભૂમિ કરતાં માળની ભુમિની ઉંચાઈ. બારમે ભાગે ન્યૂન (ઓછી) હોય છે.
૨૫૭