________________
૯ અધિપતિ—આય અને વ્યયને સરવાળેા કરી આઠે ભાગ દેવે, શેષમાં જેટલામે 'ક રહે તેટલામે ઘરના અધિપતિ જાણવા. આ અધિપતિ આઠ છે, અને તેના નામ અનુક્રમે—વિકૃત, કર્ણાંક, ધુમ્રદ, વિતથસ્વર, બિલાડા, દુંદુભિ, દાંત અને કાંત છે. તેમાથી એકી આંકના અધિપતિનું ઘર શુભ છે.
૧૦ વવેર—ઘર તથા ઘરધણીના નામના ગરૂડ વગેરે વ શેાધવા, અને તેમાં
પરસ્પર વિરોધી વવાળા ઘરનો ત્યાગ કરવા.
૧૧ ઉત્પત્તિ-ઘરનાં નક્ષત્રાને પાંચથી ભાગ દેવે, શેષમાં રહેલા આંક ઉપરથી પાંચ પ્રકારની ઘરની ઉત્પત્તિ થાય છે, જે અનુક્રમે−૧ ઘણુદાન, ર સુખ પ્રાપ્તિ, ૩ સ્રી પ્રાપ્તિ, ૪ ધન પ્રાપ્તિ, અને પ પુત્ર પ્રાપ્તિ કરાવે છે.
૧૨ તત્વ ક્ષેત્રફળને ૩ થી ગુણી પાંચથી ભાગ દેવાથી શેષમાં ઘરના પૃથ્વી આદિ પાંચ તત્વા આવે છે, તે પૈકીમાં જે પૃથ્વી તત્વવાળુ ઘર હોય તે ધન-ધાન્યની વૃદ્ધિ વાળું થાય છે, લાંબુ આયુષ્ય ભોગવી જીણું થાય છે. જળતત્વવાળુ ઘર પાણીના ઝપાટાથી હચમચી જાય, છે. અગ્નિ તત્વવાળા ઘરમાં અગ્નિદાહ થાય છે. વાયુ તત્વવાળા ઘરમાં વાયુના પ્રકેાપ થાય છે. અને આકાશ તત્વવાળા ઘરમાં કોઈ વાસ કરી શકતું નથી, છતાં કેઈ વાસ કરે તે અકસ્માત થાય છે, તેમજ સતિને નાશ થાય છે.
૧૩ આયુષ્ય ક્ષેત્રફળને આઠે ગુણવાથી જે આંક આવે તેટલી ઘડીએનુ કાંકરીમાટીવાળા ઘરનું આયુષ્ય જાણવું, ઇંટ માર્ટી અને ચુનાના ઘરનુ તેથી ૧૦ ગણુ, ઇંટ પત્થર અને શીશાના ઘરનુ ૯૦૦ ગણુ, તથા ધાતુના ઘરનું ૧,૬૧,૦૦૦ ગણુ આયુષ્ય જાણવું.
નિમિત્તીયાએ આ પ્રમાણે બળાબળ તથા ગામની લેણાદેણી જોઇ ઘરના પ્રારંભના કાળ કહેવા, તે આ પ્રમાણે બ્રાહ્મણ વિગેરે ચારેને ધ્વજ વગેરે ચાર આયા અને અનુક્રમે પશ્ચિમ વિગેરે ચાર દિશાનાં ખરવાળાં ઘર શ્રેષ્ઠ છે, કેમકે આયેા પ્રવેશમાં સામા રહે તે લાભકારક છે. એટલે બ્રાહ્મણને પશ્ચિમાભિમુખ તથા ધ્વજના આયવાળું, રાજાને ઉત્તરાભિમુખ તથા સિંહના આયવાળું, વૈશ્યને પૂર્વાભિમુખ તથા વૃષના આયવાળું, અને શુદ્રને દક્ષિણ તરફના આરવાળું તથા ગજના આયવાળુ, ઘર શ્રેષ્ઠ છે. શિલ્પ ગ્રન્થમાં તે! કહ્યું છે કે-સિંહ, વૃશ્ચિક અને મીન રાશિવાળાએ પૂર્વ મુખી, ક, કન્યા અને મકર રાશિવાળાએ દક્ષિણમુખી, મિથુન, તુલા અને ધન રાશિવાળાએ પશ્ચિમમુખી, તથા મેષ, વષ અને કુંભ રાશિવાળાએ ઉત્તરમુખી ઘર કરવું તે શુભ છે.
ENESENEVEN સ
BABABURSZEMBENE LEBENE BLESKSESETENESS
I
૨૫૮