________________
મનુષ્યના નામના આદિ અક્ષરના યુવકને માણસના નામના અક્ષરે સાથે ગુણવાથી નામાંક ફળ આવે છે, અને તેને આડે ભાગવાથી મનુષ્યને આય આવે છે, તેની સાથે ઘરને આય અનુકુળ હોય તે રાખ, નહિં તો બદલે જેમકે–ગુણચંદ્રના આદિ અક્ષર ગને ધુવાંક ર૭ છે; અને નામના અક્ષરો ચાર છે તેને ગુણાકાર કરવાથી નામાંક ફળ ૧૦૮ આવે છે, તેને આઠથી ભાગતાં ભાગમાં ૧૩ અને શેષમાં જ રહે છે એટલે- ગુણચંદ્રને ચોથે ધાન આય આવે છે. હવે તેના ઘરમાં ધ્યાક્ષાય આવે તે ગુણચંદ્રનું મૃત્યુ થાય, માટે તેને ત્યાગ કરી બીજે આય લે ઈષ્ટ છે.
૨ આય–ક્ષેત્રફળને આઠે ભાગવાથી શેષાંક પ્રમાણે પૂર્વ અગ્નિ વિગેરે આઠ દિશાના બળવાળા-૧ ધ્વજ, ૨ ધુમ, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ બળદ (ગાય), ૬ ખર, છ ગજ (હાથી), અને ધ્વાંશ (કાગડ) એમ આઠ આય આવે છે. આ આય નીચેના ઘરમાં લાવવાના છે. તે આઠ પૈકીના વિષમ (એકી-૧-૩-૫-૭) આ શુભ છે. ગજનઆય-પ્રાસાદ, પ્રતિમા, યંત્ર, મંડપ, શુચિસ્થાન, પતાકા, છત્ર, ચામર, વાવ, કૂવા, તળાવ, ટાંકુ, પાલખી, ગાદી, આભૂષણ, અગ્નિકુંડ, ચોરી, ધર્મશાળા, દેવાલય, સિંહાસન, અને મંદિર વિગેરેમાં શ્રેષ્ઠ છે. વૃષ, સિંહ અને ગજના આય પ્રસાદ અને નગરના ઘરમાં વધારે શ્રેષ્ઠ છે, તથા બીજા આ તિપિતાના કાર્યમાં શ્રેષ્ઠ છે. વૃષ, ગજ, સિંહ અને ધ્વજ એ ચાર આયે શ્રેષ્ઠ છે, પણ તેમાં ફેરફાર કરવાની જરૂર પડે તે પૂર્વના આયના કૃત્યમાં પાછળ-પાછળના આય લાવી શકાય છે, પરંતુ પાછળના આયના કૃત્યમાં પૂર્વ-પૂર્વને આય લાવી શકાતું નથી. અર્થાત્-વૃષને સ્થાને ગજ સિંહ અને ધ્વજને આય ગજને સ્થાને સિંહ અને ધ્વજને આય, તથા સિંહને સ્થાને ધ્વજને આય લાવી શકાય છે, પણ બીજાને સ્થાને વૃષને આય લાવી શકાતો નથી. ઉદાહરણ જેમકે પૂર્વોકત ક્ષેત્રફળ ૨૨૪૭૯ ને આડે ભાગતાં શેષમાં ૭ રહે છે, તે તે ઘરમાં સાતમો આય ગજ આવે છે તે શ્રેષ્ટ છે. આ ગજને સ્થાને સિંહ કે ધવજન આય લાવીએ તે
પણ શુભ છે.
૩ ગ્રહજન્મનક્ષત્ર-ક્ષેત્રફળના આંકને આઠે ગુણી સત્યાવીશે ભાગતાં શેષમાં જે આંક આવે તે અધિનીથી પ્રારંભીને જેટલામું નક્ષત્ર હોય તેટલામુ અહજન્મનક્ષત્ર કહેવાય છે. આ નક્ષત્રથી ગૃહપતિની સાથે ચંદ્ર, તારા, દ્વાર, વર્ગ, નાડી, યોની લેણાદેણી અને ગણ વિગેરે તપાસવું.
૪ તારા-માલીકના જન્મનક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધીના આંકને નવે ભાગી નવ તારા લેવી, જે પૈકીની ત્રીજી પાંચમી અને સાતમી તારા હોય તે અશુભ છે.
EVENESKENESTENENE BLENZUENESESELWEVERESZPREDSIENEN ASEN
રિ૫૫