________________
અર્થ_“પ્રાણને પ્રવેશ થયે છતે ચાલતી ના પગ આગળ કરીને, સૂર્યને જમણે રાખીને, અને જિનેશ્વરને પ્રદક્ષિણા દઈને પ્રયાણ કરવાથી દિનશુદ્ધિ વિના પણ કાર્યસિદ્ધિને મેળવે છે ૧n”
આથી પ્રયાણમાં સૂર્યને જમણે કે પાછળ રાખે એ પણ અવશ્ય લક્ષ્યમાં રાખવાનું છે. વિવેકવિલાસમાં કહ્યું છે કે –“જમણું કે ડાબી એમ જે નાસિકામાં પવન ચાલતો હોય તે તરફને પગ આગળ કરીને પિતાના ઘરમાંથી નીકળવું, જેથી હાનિ, કજીયે, ઉદ્વેગ, કાંટાની પિડા, અને વિવિધ જાતના ઉપદ્ર, વિગેરે કાંઈ પણ થતું નથી, અને જનાર આનંદથી પાછા ફરે છે. કેટલાક આચાર્યો તે કહે છે કે---“દૂર દેશમાં જવું હોય તે ચંદ્રનાડીમાં, અને નજીકના દેશમાં જવું હોય તે સૂર્યનાડીમાં, પગ આગળ કરીને પ્રયાણ કરવું. પણ એટલું વિશેષ છે કે ચંદ્રનાડી હોય તે પૂર્વ ઉત્તરમાં અને સૂર્યનાડી હોય તે પશ્ચિમ, દક્ષિણમાં પ્રયાણ કરવું નહીં કેમકે તે દિશામાં દિશુલ હેય છે.
વળી બાળક પુરૂષ કે સ્ત્રીની છીંક સામે કે જમણી બાજુ થાય તે અશુભ છે, પાછળ કે ડાબી બાજુ થાય તો શુભ છે એમ જ્યોતિષીરમાં કહેલ છે.
આ ઉપરાંત ચિત્તને ઉત્સાહ, આયંબિલ તપ વિગેરે પણ પ્રવાસ અને પ્રમાણમાં સિદ્ધિને આપનારા છે. આ વ્યવહાર વર્તમાન કાળમાં વધારે જોઈ શકાય છે. હવે ચૈત્યદ્વાર કહે છે –
चेइअसुअं धुवमिउ-करपुस्स धणिठ्ठसयभिसासाई ।
पुस्सतिउत्तररेरो-करमिगसवणे सिल निवेसो ॥८७॥ અથ–પ્રવ, મૃદ, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભીષા અને સ્વાતિ નક્ષત્રમાં ચૈત્યસૂત્ર કરવું, તથા પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશર અને શ્રવણ નક્ષત્રમાં શિલાસ્થાપન કરવું એ૮ના
વિવેચન–પ્રથમ જિનમંદિર કે ઘર કરાવનાર પુરૂષે નૈમિત્તિક પુરૂષ પાસે જઈ અનુકુળ, મુહૂર્તમાં કાર્યનો પ્રારંભ કરે, અને જ્યોતિર્વિદે પણ પૃચ્છા કરનારનાં કાર્યસિદ્ધિ, સુખ, આયુષ્ય, નિમિ-ત, શકુન, લેણુ-દેણી, પ્રશ્ન બળ જોઈ આરંભ સમય કહે પ્રથમ પન્ન કરનાર પુરૂષ પશ્ન પૂછતાં જે અંગને સ્પર્શ કરે તે સ્થાન યાદ રાખવું, અને તાત્કાલિક લગ્નકુંડલીના બારે ભુવનમાં ભાવના ક્રમથી માથું, મુખ, હાથ, છાતી, પેટ, કેડ, બસ્તિ, ગુ, સાથળ, ગોઠણ, પીંડી અને પગ એ બાર અંગે સ્થાપી અંગના ભાવ પરથી વાસ્તુબળ તપાસ્યું તે ભાવ શુભ ગ્રહએ યુકત કે દુષ્ટ હોય તે પ્રમાણે સમય કહે. ENENEVEN SVENSSENYKINESKENEVESHAPIGWELLSBLADENEYELENIESSEN LES