SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ MMMMMMMaranasasaranaraaDaNaMaNaranasasasasasasasamba: મેષ અને વૃષનો હોય તો દક્ષિણમાં, મિથુન, કર્ક અને સિંહનો હોય તે પશ્ચિમમાં, તથા કન્યા, તુલા અને વૃશ્ચિકનો હોય તે ઉત્તરમાં વસે છે. વન્સ માટેનું ઉપર કહેવાઈ ગયું છે. શિવ માટે આગળ ગાથા ૮૧માં કહેવાશે. ગ્રહોના ભ્રમણ માટે નારચંકમાં કહ્યું છે કે–સર્વ ગ્રહો ઉદયથી પ્રારંભીને અનુક્રમે આઠ પ્રહરમાં આઠે દિશાને સ્પર્શે છે. હવે યોગિની કહે છે. इगनवगाइकमा तिहि, पुव्वुत्तरअग्गिनेरदाहिणए । पच्मि वाइ साणे, जोइणि सा वामपिठिसुहा ॥७८॥ दिणदिसि धुरि चउघडिया, परओ पुव्युत्तदिसिहि कमसो । तक्कालजोइणी सा, वज्जेयव्वा पयत्तेणं ॥७९॥ અ_એકમ અને નામથી પ્રારંભી આઠ તિથિમાં અનુક્રમે-પૂર્વ, ઉત્તર, અગ્નિ, નૈનત્ય, દક્ષિણ પશ્ચિમ વાયવ્ય અને ઈશાનમાં જોગણી હેય છે, તે પ્રયાણમાં ડાબી બાજુ પાછળ હેય તે શુભ છે ૭૮ તિથિની દિશામાં પહેલી ચાર ઘડી તત્કાળ યોગની હોય છે, અને પછી તે પૂર્વોક્ત ગીનીની દિશામાં ચાર ચાર ઘડી ફરે છે, તેને પણ પ્રયત્નથી ત્યાગ કર. ૭લ્લા વિવેચન દિશાએ આઠ છે અને તિથિઓ પંદર છે, એટલે એક એક દિશામાં બબ્બે તિથિની આવૃત્તિ થાય છે. માત્ર અહિં એક તિથિ ઘટે છે. માટે શુકલ પક્ષમાં ઈશાનમાં અને કૃષ્ણપક્ષમાં વાવ્યવ તિથિની બીજી આવૃત્તિ ન ગણવાથી બરાબર મેળ મળી રહે છે. આ રીતે યેગીની પંદર તિથિમાં વારાફરતી જુદી જુદી દિશામાં વાસ કરે છે. - આ રીતે ગિની એક તિથિએ એક દિશામાં, એમ એકમથી પ્રારંભીને આઠમ સુધી તથા નામથી પ્રારંભીને પૂર્ણિમા સુધી પૂર્વ વિગેરે આઠ દિશામાં વાસ કરે છે તેને નિવાસક્રમ આ પ્રમાણે છે-એકમ અને નોમે પૂર્વમાં, બીજ અને દશમે ઉતરમાં, ત્રીજા અને અગીયારશે અગ્નિમાં, ચોથ અને બારશે નૈઋત્યમાં, પાંચમ અને તેરશે દક્ષિણમાં, છઠ્ઠ અને ચોદશે પશ્ચિમમાં, સાતમ અને પુનમે વાયવ્યમાં, તથા આઠમ અને અમાસે ઈશાનમાં, યોગિની હોય છે. તે પ્રમાણમાં ડાબી બાજુ રહે તો શુભ છે. કેટલાક આચાર્યો બીજી રીતે છ દિશામાં યોગિની હોવાનું સૂચવે છે. આ યોગિની સન્મુખ કે જમણી બાજુ હોય તે અશુભ છે. અને ડાબી બાજુ કે પછવાડે હોય તે જય આપનાર છે કહ્યું છે કે योगिनी सुखदा वामे, पृष्ठे वाञ्छितदायिनी, दक्षिणे धनहन्त्रीच, संमुखे मरणप्रदा ॥१॥ LES METSIEDLISESETENEKSELENLENENLEREYNIALES EN ESE SEDIULUSASTELE ૨૨૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy