SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ MassasasasasasasasasasasasasasasaNETRATION MANART masasarasINKAN અને ઉત્તરા ફાલ્યુની નક્ષત્રે ખીલા જેવા છે, જેથી આ નક્ષત્રકલમાં ગમન કરનાર પાછો વળતો નથી ૧ ” વળી કહ્યું છે કે उत्तर हत्था दक्षिण चिता, पुवा रोहिणी सुणरे मिता । पच्छिम सवणा म कर गमणा, हरिहर बंभ पुरंदर मरणा ॥१॥ અર્થ “હે મિત્ર ! સાંભળ; ઉત્તર તરફ હસ્ત નક્ષત્રમાં, દક્ષિણ તરફ ચિત્રા નક્ષત્રમાં, પુર્વ તરફ રોહિણી નક્ષત્રમાં, અને પશ્ચિમ દિશા તરફ શ્રવણ નક્ષત્રમાં ગમન કરીશ નહિં, કેમકેતેમાં ગમન કરે તે વિષ્ણુ શંકર બ્રહ્મા અને ઇંદ્ર પણ મૃત્યુ પામે છે. અન્ય સ્થાને કહ્યું છે કે પુષ્ય પુનર્વસુ પશ્ચિમ ચાલઈ, સર્પ મુખી એ અંગુલી ઘાલઈ ઉત્તર હસ્તવત્ રેવઈ, જાવઈ તે નર નિચે વલી ન આવઈ ૧ અલેષા મઘ પુર્વ જપઈ જાઈ લચ્છી સરસી સંપર્ક અશ્વિની ભરણ દક્ષિણ ઓછ તે હક્કાઈ જમ માગત. ૨ હવે વત્સચાર કહે છે मीणाइ तिसंकंती, पच्छिमाइसु उग्गइ । वच्छो गमे पवेसे वि, न सुहो पिढ़िसंमुहो ॥७७॥ અર્થ-વત્સ મીન વિગેરે ત્રણ સંક્રાંતિમાં પશ્ચિમ વિગેરે દિશામાં ઉગે છે, તે પ્રમાણમાં કે પ્રવેશમાં સન્મુખ કે પછવાડે હેય તે શુભ નથી. તે ૭૭ | વિવેચન–વત્સ એ આકાશમાં ભ્રમણ કરતે એક આકૃતિવિશેષ છે, તે જુદી જુદી દિશામાં ઉદય પામે છે. તેના ઉદય માટે એ નિયમ છે કે- જ્યારે મીન મેષ અને વૃષ સંક્રાંતિને સૂર્ય હોય ત્યારે વત્સ પશ્ચિમ દિશામાં ઉગે છે, મિથુન કર્યુ અને સિંહને સૂર્ય હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઉદય પામે છે, કન્યા તુલા અને વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય ત્યારે વત્સ પુર્વમાં હોય છે તથા ધન મકર અને કુંભને સૂર્ય હોય ત્થા વત્સ દક્ષિણમાં ઉદય પામે છે. આ વત્સ પ્રયાણમાં કે પ્રવેશમાં સન્મુખ કે પછવાડે હેય તે શુભ નથી ઉદયપ્રભસૂરિ કહે છે કે सम्मुखोऽयं हरेदायुः, ष्टष्ठे स्याद् धननाशकः । वामदक्षिणयोः किन्तु, वत्सो वाञ्छितदायकः ॥१॥ અથ–“આ વત્સ સન્મુખ રહ્યો થકે આયુષ્ય હરે છે, પાછળ રહ્યો કે ધનને નાશ કરે છે, પરંતુ ડાબે અને જમણે રહ્યો થકો વાંછિત પૂરે છે ૧ ” BELEDWIENES PRESENTESEN N Y ELLEREDENEYWYEYESEN ENESESEISVULLENENES ૨૨૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy