________________
છે. તથા અગ્નિ વિગેરે ચાર દિશાના ભુવન અનુક્રમે-બારમું તથા અગીયારમું, નવમું તથા આઠમું, અને છ તથા પાંચમું, અને ત્રીજું તથા બીજું છે. એટલે–દિશાના એકેક ભુવન છે, અમે વિદિશાના બન્ને ભુવન છે.
સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પૂર્વ દિશામાં કૃત્તિકા, રોહિણી, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા નક્ષત્રનાં દ્વાર દક્ષિણ દિશામાં મઘા, પૂર્વાફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનાં દ્વાર છે. પશ્ચિમમાં અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત અને શ્રવણ નક્ષત્રનાં દ્વાર છે. તથા ઉત્તર દિશામાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રનાં દ્વાર છે. જે દિશામાં નક્ષત્રનું દ્વાર હોય તે દિશા તે નક્ષત્રની ગણાય છે. અને પાસેની દિશા તે સ્વજન દિશા મનાય છે.
આ દિશાઓમાં અમુક નક્ષત્ર વાર વિગેરે હોય ત્યારે પરિઘ દિફશુળ વિગેરે હોય છે, જે પ્રમાણમાં વર્ષ કહેલા છે. તેમાંથી પરિઘ લાવવાની રીત આ પ્રમાણે છે-કૃત્તિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે પૂર્વ વિગેરે ચાર દિશામાં સ્થાપવા, અને અગ્નિ ખુણાથી વાયવ્ય ખુણા સુધી લાંબે પરિધ કરે. અહીં જે નક્ષત્ર જે દિશામાં હોય તે નક્ષત્રમાં તે દિશામાં પ્રયાણ કરવું શુભકારક છે. એટલે-કૃતિકાદિ સાત નક્ષત્ર હોય તે પૂર્વમાં મઘા વિગેરે સાત નક્ષત્રે હોય તો દક્ષિણમાં, અનુરાધા વિગેરે સાત નક્ષત્ર હોય તે પશ્ચિમમાં, અને ધનિષ્ઠા વિગેરે સાત નક્ષત્રો હેય તો ઉત્તરમાં પ્રયાણ કરવું શ્રેષ્ઠ છે. આજ રીતે કૃતિકા મઘા અનુરાધા અને ધનિષ્ઠાથી પ્રારંભીને સાત સાત નક્ષત્રમાં અનુક્રમે અગ્નિ નૌહત્ય વાયવ્ય તથા ઈશાન ખૂણામાં પ્રયાણ કરવું હિતકારક છે.
પ્રમાણમાં વાયવ્ય અને અગ્નિ ખૂણામાં પરિધનું કઇરીતે ઉલ્લંઘન કરવું નહિં, પણ પરિઘની એક બાજુની ચાર દિશા અને બીજી બાજુની બીજી ચાર દિશા પિતપતમાં ગૃહદિશા કે સ્વજનદિશા છે એ સ્વજનદિશામાં પ્રયાણ કરવું મધ્યમ ફળદાયકે છે અર્થાત્ ધનિષ્ઠાથી પ્રારંભીને અશ્લેષા સુધીનાં ચૈદ નક્ષત્ર હોય ત્યારે ઉત્તર ઈશાન પૂર્વ અને અગ્નિમાં, તથા મઘાથી પ્રારંભીને શ્રવણ સુધીના ચૌદ નક્ષત્ર હોય ત્યારે દક્ષિણ મૈત્રત્ય પશ્ચિમ અને વાયવ્ય દિશામાં પ્રયાણ કરવું.
પૂર્ણભદ્ર કહે છે કે- સાત સાત નક્ષત્રમાં ફરતે સૂર્ય પુર્વ વિગેરે દિશાને અરત કરે છે, તેથી તે દિશાઓની યાત્રા લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે. અને અશ્વિની વિગેરે સાત સાત નક્ષત્ર અનુક્રમે રવિ વિગેરે સાત સાત વારની સાથે હોય તે પિતાની દિશામાં પ્રયાણ કરનારને મહાફળની પ્રાપ્તિ કરાવે છે.
૨૦૧૭