________________
KEMAMIMINIMIRESEISMISASAMINENSIMMANETINUIRAMIMISEMINISMO
ગૃહસ્થ જીવનમાં ઈચ્છિતકર્મ, અને પછીત કર્મ અને અનિચ્છિતકર્મ કરતાં જાણે, અજાણે પાપના બંધનમાં ફસાઈ જવાય છે ને મોહજાળમાં લપટાતાં બચવા માટે અનેક તિથિ, વાર, નક્ષત્ર વગેરેને પૂર્ણ ખ્યાલ આપી જીવનમાં સરળતાથી પિતાને કુટુંબીજનોને ભવસાગરમાંથી કેમ પાર પાડવા તેનું સુચન, માર્ગદર્શન અને મુહુર્તો આપ્યા છે.
હાલના જમાનામાં સુઇને ગાંગડે ગાંધી થનારા ધંધાકીય તિષીઓએ કરેલાં ઉટાંગ અને આપેલા મુહુર્તા પ્રમાણે ઘર પ્રવેશ, ધંધા કે નોકરીની શરૂઆત, પ્રયાણ કે પછી દેવમંદિરની સ્થાપના કરવી કે જુના દેવાલયને જીર્ણોદ્ધાર કરી પુણ્યાઈ ને નામના કમાવવા અપાતા એ મુહુર્તે કેટલા અશુદ્ધ અને દુઃખદાયક નિવડે છે.
આ પુસ્તકમાંથી કોઈપણ સંસારી તેવા મુહુર્તે શુભદિન, દેહ શુદ્ધિના મનને સ્થિર કરી ધર્મલાભ મેળવી શકે છે. એટલું સરળ અને શુદ્ધ વિવેચન આ પુસ્તકમાંથી મળે છે.
દેવ મંદિરે નવા થાય છેલોકો તેમાં ખર્ચ કરે છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે છતાં પણ તેમાં ભાવિકેને એટલે આનંદ આકર્ષણ કે ઉત્સાહ રહેતા નથી, જ્યારે કેટલા મંદિરે ભલે હેય નાના હોય છતા પણ તે સ્થાનમાં દર્શને જતાં આત્માને અને આનંદ ને શાંતિ મળે છે કારણ કે તે મૂર્તિની સ્થાપના અને મંદિરને પાયો નાખતાં લીધેલા મુહૂર્તો અતિ શુદ્ધ રીતે ફાળવેલા હોય છે.
આજ પ્રમાણે દીક્ષા લેનાર તથા પ્રયાણ કરતાં પણ નાડી, સૂર્ય, ચંદ્ર, એટલે શિવસ્વરદયને, તેમજ વસ્ત્ર ધારણ કરવાની બાબતને ખૂબજ વિસ્તારથી ઉલ્લેખ છે. બધા કાનુનને માન આપી. મનન કરી શુદ્ધભાવનાથી કરેલા દરેક કાર્યો યશવેતા બને છે, તે આ પુસ્તકમાં સરળ રીતે સમજાવવામાં આવેલ છે
આ પુસ્તકને દરેક જ્યોતિષ શિખનારે અને વ્યવહારુ જ્ઞાન તથા માર્ગ દર્શન માટે અને એક પાઠય પુસ્તક તરીકે જ્યોતિષના વર્ગોમાં શિખવવામાં આવે તે જીવનમાં આવતી ઘણી અડચણે અને આટી ઘુંટીમાંથી મુકિત મેળવી શકાય.
લખવાનું અને વિચારવાનું તે ઘણુ છે પણ પ્રસ્તાવના કારે પુસ્તકના રચતાને (ચૈતાને) નમન કરી આટલેથી વિરમવું તે ઉચીત છે.
ઇતિશુભ
નવીનભાઈ ઝવેરી ફાગણ સુદ અષ્ટમી બુધવાર
તા. ૧૯-૩-૮૬
EAST ASIASANAYAN ESE SELLEMESES
D
ESSEN B
ENESESEBNE SESSIES
૨૦