________________
AMINAMIMMININANAMANSAMMANARAMANMARANTANMADANAMMANAMM ગ્રન્થમાં સમાવેલ છે. મુહર્ત શાસ્ત્રમાં પંચાગ શુદ્ધિ અને દિન શુદ્ધિ માટે પ્રસ્તુત અલંકાર રૂપી અને મહાન તિ (દીપક) સમાન છે.
પૂજ્ય શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે આ અમુલ્ય ગ્રંથ જે અતિ લોકોપયોગી શાસ્ત્રને જીવંત રાખવા માટે અગાધ પરિશ્રમ અને ખંતથી પુનમુદ્રિત કરે છે. જે ભારતીય જતિષ શાસ્ત્રની અમૂલ્ય સેવા સમાન છે. આશા છે કે તેઓ આવા અમૂલ્ય ગ્રંશે જે લુપ્ત થઈ રહ્યા છે તેમને પુન મુદ્રિત કરી જોતિષ જગતનાં જીજ્ઞાસુઓની આશાઓને નવા પ્રાણ પુરશે. જોતિષ જીજ્ઞાસુઓને માટે અભ્યાસ કરવા માટે આ ગ્રન્થ ઉત્તમ છે.
શાસ્ત્રી રઘુનાથ ચુનીલાલ દવે (સાહિત્યશાસ્ત્રી – જ્યોતિષાચાર્ય)
ગાયત્રી પંચાંગ કાર્યાલય દેશીવાડાની પિળ, અમદાવાદ–૧.
ઉપગીતા અંગે. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દવિજય રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. વિરર્ચિત અને પ. પૂ. મુનિરાજશ્રી દશનવિજયજી મ. સા. (ત્રિપુટી) દ્વારા અનુવાદન કર્યા પછી શ્રી દિનશુદ્ધિ દીપિકા આજથી લગભગ સાંઈઠ વર્ષ પહેલાં બહાર પડેલ. આજે તેની બીજી આવૃત્તિ બહાર પડે છે તેથી પ્રસ્તાવના લખતાં પિસ્તાલીસ વર્ષના જતિષના વાંચન, મનન અને વિના વેતન વિના જ્યોતિષના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના અનુભવ છતાં. આ અનેક લક્ષી જોતિષના પુસ્તક વિશે લખતાં આનંદ સાથે સંકોચ અનુભવું છું.
પૂજ્યશ્રીએ આ પુસ્તક દ્વારા જોતિષના જાણનારા, શિખનારા અને કદાચ ઉદાસીનતાથી એ શાસ્ત્ર પર અવિશ્વાસની નજરથી જોનારા દરેકને મઝધારમાં દિવાદાંડી રૂપ બને તેવી વિગતે સરળતાથી સમજુતી પૂર્વક બીજા લલ્લ, દૈવજ્ઞ વલ્લભના પુસ્તકમાંથી નારચંદ્ર, ગણેશ દેવજી, શ્રી ચિદાનંદજી સ્વામી વગેરે અનેક મહાસ્થીના ફલીત સાથે ગણિતને આધાર લઈ ઘણું કષ્ટ ઉઠાવી આ દળદાર પુસ્તક લખવા બદલ મસ્તક નમ્યા વગર રહેતું નથી.
ગૃહસ્થ જીવનમાં શુભ અને અશુભ દિવસ, કાળ, હેરા નક્ષત્ર તેમજ કોઈપણ કાર્યની શરૂઆત કરતાં તેનું શુભ પરિણામ આવે, સુખ સમૃદ્ધિ શાંતિ તેમજ દેવ આરાધનામાં મન પરેવાય તેવા હેતુથી દરેક પ્રસંગને ખુબજ ઝીણવટથી છણાવટ કરી દરેકને મોટા પાયે ઉપકાર કર્યો છે.