________________
MIMISANDESASTRANANararanaMMINANANAMREIRADAMINEMAM SAMIMINIMIMANA
વાંચકોના હાથમાં “દિનશુદ્ધિ દીપિકા” જેવા દળદાર ઉપયોગી ગ્રંથનું પુનઃ મુદ્રણ ઇતિહાસત્તા આજીવન સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજની શતાબ્દી વર્ષના પાવન પ્રસંગે જે પહોંચી રહેલ છે તે આનંદ હર્ષની વાત છે.
જૈન શાસ્ત્ર સંપૂર્ણ શાસ્ત્ર છે. જ્યોતિષ સંબંધિ જૈન શાસ્ત્રમાં કેવા સત્ય વિચારે આલેખાયા છે. તેના પ્રતિક રૂપે આ એક નાનકડે ગ્રંથ છે. આવા અનેક ગ્રંથ તિષ વિષયના જ્ઞાતા-ભોમિયા થવા માટે ઉપલબ્ધ છે. તે કહેવું અસ્થાને નથી.
તિષમાં-મુખ્ય તિથિ-વાર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ પાંચના મિલન ઉપરથી તૈયાર થએલ નકશે અથવા પંચાંગ મહત્વને ભાગ ભજવે છે. આ પાંચની મદદથી જ જન્મમરણને કુંડલી વિચાર, હસ્તરેખા, આદિ ભવિષ્ય કથનના પ્રશ્નોના ઉત્તર મળે છે. જેનું બીજુ નામ ફળાદેશ” પણ કહેવાય. - જ્યોતિષશાસ્ત્ર અંગવિદ્યા, સ્વરવિદ્યા, દિનશુદ્ધિ, સ્વપ્ન–શુકન-લગ્નબળ-રાશિમળછાયાલગ્ન જેવા અનેક વિભાગમાં વહેચાઈ જાય છે. અને તેના દ્વારા શુભ ઘડી–સમયચૌઘડીયા અને પળે જિનમંદિરાદિની ખનન–પૂજન-પ્રતિષ્ઠા આદિ વિધિએ દિક્ષા–પ્રયાણ-- પ્રવેશ–આદિ માંગલિક કાર્યો કરવાના નિર્ણ થાય છે. - એક અપેક્ષાએ તિષશાસ્ત્રમાં સમય ને પળની કિંમત ઘણું આંકવામાં આવી છે. કારણ એકક્ષણ પૂર્વે જન્મેલ બાળક રાજા બને છે ને બીજી ક્ષણે જમેલ ભીખારી થાય છે. એક ક્ષણ પૂર્વે પ્રારંભલે કાર્ય યશસ્વી બને છે અને બીજી ક્ષણે શરૂ કરેલ અધુરુ રહે છે.
આ ગ્રંથનો મુખ્ય વિષય દિનશુદ્ધિ છે એના કર્તા પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ છે. આજથી લગભગ ૬૦ વર્ષ પૂર્વે પૂ. મુ. શ્રી દશનવિજયજી મહારાજ અને પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજે એ જ્યોતિષ ગ્રંથ-સાહિત્યને સમ્પાદીત કરી સરળતાપૂર્વક સમજાય તેવું બનાવી-છપાવી જેને સમાજની અને શ્રુતજ્ઞાનની મહાન સેવા કરી છે. જેને ઉપકાર વિચારક સમાજ કોઈપણ રીતે ભૂલી શકે તેમ નથી.
આજે એજ અપ્રાપ્યગ્રંથને ફરીથી સમાજની સમક્ષ મૂકવા અને જેને શાસ્ત્ર અને જેને શાસ્ત્રના સત્ય જતિષજ્ઞાનને સુરક્ષિત અખંડીત રાખવાની ભાવના સાથે પોતાના ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની મુતભકિતની ભક્તિ કરવા વૈયાવચ્ચ રસિક પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મહારાજે જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર અનુમોદનીય છે. સાથે સાથે આ કાર્યમાં શ્રી હસમુખભાઈ ઝવેરીએ જે થોડો અનુકુળ વિષય ઉમેરી ગ્રંથની શોભામાં ઉમેરો કર્યો છે તે પ્રસંશનીય છે.
અપૂર્ણ તિષનું જ્ઞાન ધરાવતા માનવંતા ષિએ આવા ગ્રંથનું અવલોકન કરી, ફળાદેશના અર્થઘટનને બરાબર ઘટાડી અને જ્યોતિષવિદ્યા પ્રત્યે જે સમાજમાં અશ્રદ્ધાના બીજા પણ થઈ રહ્યા છે. તે દૂર કરવા પુરુષાર્થ આ ગ્રંથ દ્વારા કરશે એવી મહત્વાકાંક્ષા. ૨૦૪૨, ગુરુસપ્તમી, મુંબઈ
મુનિશ્રી હરિષભદ્રવિજય
વિજય ભદ્ર
૧૬