________________
AMOROSAMOSTMINSAMANTHANAMTHIMMAMSANMMMMMMMMMM
જ્યોતિષ શાસ્ત્રએ મહાન દીપક છે. વ્યવહારિક અને ધાર્મિક અને પ્રકારે તેને ઉપયોગ થાય છે આસ્તિક કે નાસ્તિક સહુ કોઈ આ વિષયને રસપૂર્વક જાણવા માંગે છે.
જો કે કેટલાક લેકે એવા હોય છે, જેઓ એમ બોલતા હોય છે કે, “અમે જ્યોતિષને નથી માનતા. અમને તે વિષયમાં શ્રદ્ધા નથી” પરંતુ એ જ લેકે પાછા અવસરે તિષીઓના બારણું ખટખટાવતા જોવા મળે છે.
શ્રી તીર્થકર ભગવંતોને જન્મ થાય છે ત્યારે સાત ગ્રહે પરમ ઉચ્ચનો હોય છે. આવી રીતે એક ઉત્સર્પિણીમાં ૨૪ વખત અને એક અવસર્પિણીમાં ૨૪ વખત જ સાત ગ્રહે પરમ ઉચ્ચ કક્ષાના થાય છે. માટે જ તીર્થકર ચોવીશ જ થાય છે. આ બધું જોતિષશાસ્ત્રનું ગણિત છે.
કેટલાક તે વળી એવું પણ બોલતા સંભળાય છે કે, “જેન સાધુઓથી જોતિષ ભણાય જ નહિ, અને ભણાય તે મુહૂર્તો કઢાય નહિ. અને ફળાદેશ પણ કહેવાય નહિ.”
આવું કહેનારા લોકોને મારે જણાવવું છે કે, સાવધોગના વિષય સિવાય તમામ મુહૂર્તી અને ફળાદેશ પણ કહેવાય.
જીવનમાં શાંતિ માટે મન્ચ પણ આપી શકાય ધર્મમાં સ્થિર રાખવા એવા જીવને લાભાલાભની દષ્ટિએ શાંત્વન પણ આપવું જરૂરી હોય છે.
દિનશુદ્ધિકારે તે જન્મથી માંડીને તમામ વ્યવહારિક [ લગ્ન, વ્યાપાર, ખેતી, રાજ્યાભિષેક ] સાવધ મુહૂર્તી અને ફળાદેશ પણ આપ્યા છે. સુષ કિબહુના.
આ દિનશુદ્ધિ-દીપિકા ગ્રન્થને વાંચી, વિચારી અને ભણને સહુ કોઈ શુભ કાર્યોમાં પ્રવૃત્તિશીલ બને. શાસ્ત્ર તથા શાસનને દિવ્ય બનાવે તથા ભવની પરંપરાને મિટાવે એ જ શુભાભિલાષા.
વિજય લબ્ધિસૂરિ
જેઠ સુદ ૧; રવિવાર, વિ. સં. ૨૦૪૨, ઈરાનીવાડી,
કાંદિવલી (વેસ્ટ 3.
૧૫