________________
ahamraNaMMMMMMMMMMMMMMMMMMMMMMMM
આવકાર અને આશિર્વાદ
આજથી છ વર્ષ પહેલાં પૂજ્ય આ. શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજ રચિત બહુમુલ્ય દિન-શુદ્ધિ-દીપિકા વિશ્વપ્રભા વિવેચન સહિતની જતિષને માર્ગદર્શક ગ્રંથ આજથી ૬૦ વર્ષ પહેલાં મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજે (ત્રિપુટી) એ પ્રગટ કરેલ જે ઘણા વર્ષોથી અપ્રાપ્ય હતા. આથી મેં વર્ષો પૂર્વે મુનિરાજશ્રી દશનવિજયજી મહારાજને પણ જણાવેલ કે “તમારા ઉપયોગી અને અપ્રાપ્ય પુસ્તકનું ફરી પ્રકાશન કરવા જણાવેલ.” પણ તેમને સ્વર્ગવાસ થતાં આ પ્રકાશને શક્ય ન બનેલ. બાદ સેવાભાવી મુનિશ્રી ભદ્રસેન વિજયજીએ તેનું પ્રકાશન હાથ ધરી આ દિનશુદ્ધિ ગ્રંથને બીજી આવૃત્તિ રૂપે પ્રગટ કરી રહેલ છે. તે આવકાર પાત્ર છે. આ જોતિષ શાસ્ત્રના અભ્યાસી અને માર્ગદર્શક ગ્રંથને તે વિષયના પિપાસુને ઉપયેગી બની રહેશે. આવી રીતે મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી આમ સાહિત્યની પ્રવૃત્તિ કરતા રહે તેવા આશીર્વાદ.
–આ. વિજય પ્રેમસૂરિ
૧૩