________________
Mbasanasanananananananananananananananananas HABERERINASananananana ગયું છે. તેમાં ભુક્ત વિકળા ૩૬૫૬ છે, અને સૂર્ય—ચન્દ્રની ગતિવિકળ ૪૮૪૭૮ છે, એટલે ૩૬૫૬ ને ૪૮૪૭૮ થી ભાગતાં દિન ૧ ઘડી ૪ અને પળ ૩૧ આવે છે. તે ઘડી ૪ અને પળ ૩૧ પહેલાં ક્રાન્તિસામ્ય થયું હતું.
બુધપંચક–સોરિષ્ટ યોગ પણ ત્યજવે, જેનું નામ બુધપંચક અને બાણપંચક છે.
ઉદયથી ગયેલું લગ્નનું પ્રમાણ, સંક્રાન્તિ ભુક્ત દિવસ, અને એક મેળવી બુધને પાંચ સ્થાને જુદે જુદે લખવો. પછી તેમાં અનુક્રમે ૬-૩-૧-૮ અને ૭ ઉમેરી થી ભાગ દે. જે શેષમાં પાંચ વધે તે બાણપંચક થાય છે, જે પાચેનું ફળ અનુક્રમે કંકાસ, અગ્નિભય, નૃપભય, ચેર ઉપદ્રવ, અને મૃત્યુ છે; માટે પ્રતિષ્ઠા તથા વિવાહમાં તેને ત્યાગ કરે.
બીજે સ્થાને કહ્યું છે કે-તિથિ, વાર, નક્ષત્ર અને લગ્નના આંકને એકઠા કરી તેમાં જુદા જુદા ૧-૩-૪-૬ અને ૮ ઉમેરી ૯થી ભાગ દે, જે શેષમાં પ વધે તે દિનત્યાજય બુધપંચક થાય છે. જેમાં કાર્ય કરવાથી અનુક્રમે-ગ, અગ્નિભય, નૃપભય, ચોર, પીડા અને મૃત્યુ થાય છે, તેથી તે દિવસ ત્યજવું.
પાંચે રાશિના શેષ સરવાળાને નવથી ભાગતાં શેષમાં પાંચ રહે તે રાત્રિત્યાજય બાળપછક થાય છે, અને તે વખતે કાર્ય કરવાથી સપને ભય થાય છે. અહીં લગ્ન ઈષ્ટકાળનું રાત્રિનું લેવું.
નારચંદ્રમાં તેને કહ્યું છે કે–ભાગમાં આવેલ આંકના સરવાળાને ૯ થી ભાગતાં શેષ ૫ વધે તે રાત્રિત્યાજય પંચક થાય છે.
જયોતિષ હીરમાં કહ્યું છે કે-પુરૂષનામ, નક્ષત્ર અને રવિ નક્ષત્રનો સરવાળો કરી ૯ થી ભાગ દે. જે શેષ આંક રહે છે તેનાં નામ અનુક્રમે–ખર, હય, ગજ, મેષ, જંબુક, સિંહ, કાક, મેર અને હંસ છે. આમાં બર, મેષ, જંબુક સિંહ, અને કાક; એ પાંચ દુષ્ટ છે. આવી જ રીતે ઈષ્ટ ચંદ્રનક્ષત્ર અને પુરૂષનામ નક્ષત્રના સરવાળાને ૧૨ થી ભાગ દે. જે શેષ રહે તેનાં નામ અનુક્રમે-હાથી, બળદ, પાડે, હંસ, શ્વાન, કાગડે, હંસ, મેષ, ગધેડે, જબુક, નાગ અને ગરૂડ છે. આ દરેકનું ફળ નામ પ્રમાણે છે.
વળી પણ કહ્યું છે. કે–ચૌત્રાદિ ગત માસને બમણા કરી તેમાં વર્તમાન મહિનાના દિવસે મેળવી સાતે ભાગ દે. તેમાં જે શેષ રહે તેનું ફળ-લક્ષ્મી, કલહ, આનંદ, મૃત્યુ, ધર્મ, સમ અને વિજય છે. આરંભસિદ્ધિમાં સમને બદલે ક્ષય ફળ દર્શાવ્યું છે. DEVELEYELSESSLESPIESPISESTERELESENEVENEVEILLEVENESELLSENERELLE LEHTEDESTE
૧૧૮