________________
દિનશુદ્ધિ-દીપિકાની સાથે વર્તમાન સમયમાં સને જ્યોતિષના વિષયમાં રસ રૂચી થાય તે માટે શ્રી હસમુખભાઈ ઝવેરીએ હસ્તરેખા-વિજ્ઞાન સચિત્ર રૂપે મહેનત કરીને તૈયાર કરી આપેલ છે. તેમજ મુફ સંશોધનનું કાર્ય ઉદાર ભાવે કરી આપેલ છે.
અંતમાં આ પ્રકાશનમાં જૈન શાસ્ત્રને આધારે તૈયાર થયેલ જ્યોતિષને લગતા આ ગ્રંથમાં મારી પ્રેરણાથી જે સંઘોએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ કેટા વિગેરે મુકાવી આર્થિક સહાય કરનાર તેમજ પ્રેસવાળા ભાઈશ્રી પુનમચંદભાઈ (બચુભાઈ) શમવાળા અને જશુભાઈ આદિ નામિ-અનામિના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયેલ છે તે બદલ હું તેમને ઉપકૃત છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.
મુનિ ભદ્રસેન સં. ૨૦૪૨ વૈશાખ સુદ-૩
અક્ષય તૃતીયા
WIESBA
D ESPADRILLESSENEN ENESESESESSIESE SITEN E SOSTENIBLES
૧૦