________________
SAMMMMMMMMMMMINISTRAMNINMMNMNMNANIMINNAMMININ
તેઓમાંના એક પરમપૂજ્ય સ્વ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજ રચિત “દિનશુદ્ધિ દીપિકા” અને “વિશ્વપ્રભા”નું આ પ્રકાશન ૬૦ વર્ષ (સં. ૧૯૮૩) બાદ કરી મુંબઈની ધરતી પરથી જ ચગાનુગ હાથ ધરતાં આનંદ અનુભવું છું. અને હવે પછી તેમના અધુરા રહેલા “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-પાંચમાનું પ્રકાશન હાથમાં લેવાની ભાવના સેવું છું, તેમ જ આ સ્વર્ગસ્થ ત્રિપુટી મહારાજની કૃતિઓને, લેખન સામગ્રીને ગ્રંથસ્થ કરવાની ભાવના છે.
આજને યુગ તે વિજ્ઞાનનો યુગ છે. તેમાં દરેક વસ્તુ વિજ્ઞાનની સરાણે ચડતી હોય છે. અને તેમાં સર્વપ્રથમ જ્યોતિષ આવે છે. એ વિશ્વનું સૌથી વધુ પ્રાચીન વિજ્ઞાન છે. બીજા બધા શાસ્ત્ર માત્ર મનોરંજન કે જાણકારી માટે છે. તે પૃથ્વી ઉપર કે આકાશમાં કઈ બતાવી શકે તેમ નથી. પરંતુ જે તિષશાસ્ત્ર ડગલે ને પગલે પિતાની પર્યાયતાની સાબીતી આપી પિતાની સત્યતા સિદ્ધ કરે છે. અને એથી જ વિશ્વના મહાન દેશ કે જે ભૌતિક વિજ્ઞાનમાં ખુબજ આગળ આવેલા છે. ત્યાં પણ જ્યોતિષ શાસ્ત્રનો દિનપ્રતિદિન વધુ ને વધુ ફેલાવે થઈ રહ્યો છે. જે બતાવી આપે છે કે જ્યોતિષશાસ્ત્ર પણ એક મહાન વિજ્ઞાન જ છે.
તિષ એ મારે પરમ શોખનો વિષય છે. પ્રેરણા પરમ પૂજ્ય ત્રિપુટી મહારાજે દ્વારા જે જ્ઞાન મળ્યું તેથી આ વિષયમાં રસ-રૂચી વધતી રહેલ અને અનુભવ્યું છે કે તિષ મનન, દર્શનને અનુભવનો વિષય છે જેમ વિજ્ઞાનને કોઈ સીમા હતી નથી તેમજ જ્યોતિષ વિજ્ઞાનને પણ કોઈ સીમા ન હોઈ શકે.
આપણું ધાર્મિક પ્રસંગો જેવા કે પ્રવેશ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિ અનેક પ્રસંગ નિવિદને પાર પાડવા ( સામાજીક કે સંસારીક પ્રસંગ ) માટે તિષના જ્ઞાનની જરૂરિયાત ઉપયોગીતા સર્વ કઈને રહેવાની અને તેના પ્રથમથી દરેક વિષયની જાણકારી તથા જ્ઞાન મળી રહે તેવું ઉગી પ્રકાશન આ દિનશુદ્ધિ દીપીકા છે. જેમાં
તિષ શાસ્ત્રની પ્રાથમિક દરેક માહિતિ તેના મુળ સુધીની સમજુતી, દાખલા સાથે આપેલ છે. જે સર્વેને ઉપયોગી અને માર્ગદક થશે.
વર્તમાનમાં આ વિષયના ઓછા કે અધુરા જ્ઞાનને કારણે કે એકસાઈન કરવાને લીધે આ જ્ઞાન અવિશ્વાસને પાત્ર બનતું જાય છે. અને અંધશ્રદ્ધામાં પરીણમતું જાય છે. અને તેને કારણે સ્વાર્થી અને લોભી વર્ગ દ્વારા જ્ઞાનને બદલે અજ્ઞાનતા ફેલાય છે. અને આવા વિષયનું ગંભીરપણું ન રહેવા દેતા તેનું અવમુલ્યાંકન કરે છે.