________________
અથવા નવમાંશ કુડલીમાં ઉચ્ચનો હોય. તેના બળને પણ બમણું કી ઉચ્ચની સંખ્યા ગ્રહણ કરી હોય એમ સમજાય છે. આ સિવાય ૮૮ ગ્રહ પૈકીના હરકેઈ ઉગ્નગ્રહનો પણ સમાવેશ થાય છે, અને તેથી જ કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ત્રીશ ભસ્મગ્રહ હોવાને નિર્દેશ છે. સત્ય બીના તત્કાળ ગમ્ય છે. બાકી એટલું તે ચોકકસ છે કે-નવ ગ્રહ પિકીના બુધ, સિવાયના આઠ ગ્રહો એકી સાથે ઉચ્ચ થઈ શકે તેમ છે. સ્વગ્રહી માટે જન્મકુંડલીમાં કહ્યું છે કે
શિમિ સ્વીકાર્યત્રી, ત્રિમિનધિપ: ! અથ–જન્મકુંડળીમાં ત્રણ ગ્રહ સ્વગ્રહી હોય તો મંત્રી, અને ત્રણ ગ્રહ ઉચ્ચ હોય તે રાજા થાય છે.
દરેક ગ્રહને પિતાના ઉચ્ચ સ્થાનથી સાતમી રાશિ નીચ સ્થાન છે. જેથી રવિ વિગેરેનું નીચસ્થાન અનુક્રમે-તુલા, વૃશ્ચિક, કર્ક, મીન, મકર, કન્યા, મેષ, ધન અને મિથુન રાશિઓ છે. અને જેમ ઉશ્ચરાશિના દશ વિગેરે અંશો પરમોચ્ચ છે, તેમ નીચરાશિના પણ તેજ અશે પરમ નીચ છે. એટલે તુલા વિગેરે રાશિઓના અનુક્રમે ૧૦-૩-૨૮–૧૫-૫-૨૭ અને ૨૦ ત્રીશમાં રવિ વિગેરે નવ ગ્રહો પરમ નીચના હોય છે. જેમકે રવિનું સ્થાન તુલા છે. અને રવિનું પરમ નીચ સ્થાન તુલાના દશ અંશ કે દશમ અંશ છે. તે પછીના ૨૦ અંશે તે માત્ર નીચસ્થાન કહેવાય છે. આ બાબતની વિશેષ સમજણ ઉચ્ચ પ્રમાણે છે. જન્મ કુંડલીના નીચ ગ્રહ માટે કહ્યું છે કે –
त्रिभिर्नीचैर्भवेद् दास:, त्रिभिरस्तमितैर्जडः । અર્થ–જેની જન્મ કુંડલીમાં ત્રણ નીચગ્રહો હોય તે દસ થાય છે, અને અસ્તના ત્રણ ગ્રહો હોય તે જડ થાય છે. વળી કહ્યું છે કે –
अन्धं दिगम्बरं मुर्ख परपिण्डोपजीविनम् ।।
कुर्यातामतिनीचस्थौ, पुरुष चन्द्र-भास्करौ ॥१॥ અથ–જન્મકુંડલીમાં અતિ નીચ સ્થાને રહેલા ચંદ્ર અને સૂર્ય પુરૂષને અંધ ગરીબ મૂખ, અને ભિક્ષુક બનાવે છે. # ૧
सिंहोवृषोऽजो प्रमदा धनुश्च, तुलाघटोकुम्भ-हरी त्रिकोणम् ||
અથ–સૂર્યાદિ નવ ગ્રહોના અનુક્રમે-સિંહ, વૃષ મેષ, કન્યા, ધન, તુલા, કુંભ, અને સિંહ ત્રિકેણુ સ્થાને છે.” જ્યોતિર્વિદો આ સ્થાનનું બળ પણ ઉચથી જરા ન્યૂન કલ્પે છે.