________________
સત્યાવીશ નક્ષત્રના ભગણનો સમાવેશ થાય છે, એટલે સવાબે નક્ષત્રથી દરેક રાશિનો ઉદય થાય છે. હવે તેમાંથી અત્યારે કઈ રાશિનો ઉદય છે? તેને નિશ્ચય ઈષ્ટ ઘટીથી થાય છે. દેહછાયાની રીતિથી ઈન્ટ ઘટીનું માન આવે છે. પ્રશ્નશતકમાં કહ્યું છે કે –
"नन्दाऽष्टनेत्रे व्यायाधि, सर्षिच्छाया पदाहतेः ।
भूनलब्धं तदङ्का, जाता शेषा घटी दिवः” ॥१॥ અર્થ “પિતાની છાયામાં જેટલાં પગલાં થાય તેમાં પ્રથમનું પગલું છોડી બાકીની સંખ્યામાં સાત ઉમેરવા, પછી તે વડે ૨૮૯ને ભાગ દે, ભાગમાં આવેલ અંકમાં એક એ છે કરી તેના અર્ધા કરવા. આ રીતે જે આંક આવે તેટલી સૂર્યોદયથી ઘડી જાણવી મધ્યાહ્ન પછી આ રીતે જે આંક આવે તે સૂર્યાસ્તની શેષ ઘડી જાણવી.' ઇ ૧ 1
પપ્રભસૂરિ–છાયાપાદથી ઈષ્યઘટિકા લાવવાની રીતે આ પ્રમાણે જણાવે છે–શરીરની છાયા આગલા પગથી ગણીને માપે અને તેમાં સાત ઉમેરે. પછી આ સંખ્યા વડે જે મકાદિ છ રાશિમાં સૂર્ય હોય તો ૧૪૪ ને ભાગ આપે, અને કર્ણાદિ છ રાશિને સૂર્ય હોય તે ૧૩૫ ને ભાગ આપે. ભાગમાં જે આંક આવે તેમાં દિવસના પૂર્વ ભાગમાં એક આંક ઘટાડ, જેથી આવેલી સંખ્યા પ્રમાણે ઈષ્ટ ઘડી જાણવી અને દિવસના બીજા ભાગમાં-બપોર પછી ભાગના આંકમાં એક સંખ્યા ઉમેરવાથી સૂર્યાસ્તમાં શેષ ઘડી બચે છે. આ જ રીતે પાછાયામાં ૬ ઉમેરી ૧૦૨ ને ભાગવાથી પણ ભાગમાં ઈષ્ટ ઘડીને આંક આવે છે. આ સિવાય ત્રીજી રીત પણ નીચે મુજબ છે –
બેસી દક્ષિણ મુખ વામ કરની ઉભી ધરે તને, પૂર્વ પડી જે છાય તેજ કરથી માપી લીએ આંગુલે; મેલી આંગલ ચૌદ અધ કરીને ભાગે વિશાધિક સે,
ભાગ પડી ઘડી જાણુ માપ કરીએ વીશાંગુલે સાત જે. મે ૧ અર્થ—-“દક્ષિણ દિશા સન્મુખ બેસી ડાબા હાથની વેંત ઉંચી કરવી, તેની છાયાના અંગુલ કરવા, અને તેમાં ચૌદ ઉમેરી તેના અર્ધા કરવા. પછી તે સંખ્યા વડે ૧૨ ને ભાગ દે, જેથી ભાગમાં ઈષ્ટ ઘડી આવે છે.” જેમકે– એક વેંતની છાયા ૨૦ આંગળ થાય, અને તેમાં ૧૪ ઉમેરતાં ૩૪ થાય છે, જેના અર્ધા ૧૭ થાય છે. અને ૧૨૦ ને ૧૭ થી ભાગ દેતાં ૭ ઘડી અને અધ પળ આવે છે.
હેમહંસગણિ કહે છે કે ઈષ્ટ શંકુ છાયાનાં પગલાંના પ્રમાણમાં સાત ઉમેરી તેના કુલ આગળ કરવા અને તેમાંથી મધ્યાહ્નના છાયાગુલ ઘટાડવા, જેથી સ્પષ્ટ છાયાંગુલ આવે છે.
૮૨