________________
asasasasasasasasasaranarasaranaranasanasanayanaSaSANABANANEMIMORIM
અથ–તિથિ વાર અને નક્ષત્રના કુગો બલોપેત લગ્ન હોય તે નાશ પામે છે અર્થાત એકાગૈલ પાત, કર્તરી વિગેરે તમામ દે સૂર્ય ચંદ્ર અને ગુરૂના બળથી નાશ પામે છે. હવે બાર રાશિ કહી દેખાડે છે, અને કઈ રાશિમાં કેટલાં નક્ષત્રો આવે? તે દર્શાવે છે— कित्ति मिग पुण असेसा, उ-फ चि विसा उ-ख धणी पू-भा । रेवइ अ एग दुति, चउ पायंता बार रासि कमा ॥२१॥
અર્થ– કૃતિકા, મૃગશર, પુનર્વસુ, અશ્લેષા, ઉત્તરાફાલ્ગની, ચિત્રા, વિશાખા, જેઠા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ અને રેવતી; એ બાર નક્ષત્રના અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર પાયાના અંતમાં બાર રાશિને સમાવેશ થાય છે. ૨૧
વિવેચન—નક્ષત્રગોચરનું સંપૂર્ણ જ્ઞાન થવાથી રાશિગેચર સહેજે સમજી શકાય તેમ છે, માટે ગ્રન્થકાર નક્ષત્ર ઉપરથી જ શશિનું જ્ઞાન સ્પષ્ટ કરે છે. સત્યાવીશ નક્ષત્રને એક ભગણ થાય છે, તેના બારમા ભાગનું નામ રાશિ છે; એટલે સવાબે નક્ષત્રની એક રાશિ થાય છે. સામાન્ય રીતે ચંદ્રનક્ષત્ર ૬૦ ઘડીનું મનાય છે, અને ચંદ્રની રાશિ ૧૩પ ઘડીની મનાય છે. તેવી જ રીતે ઉદય, અસ્ત આદિનું માન પણ નક્ષત્રથી સવાબે ગણું હોય છે. હવે તે રાશિ કયા નક્ષત્રના કયા પાદમાં પૂર્ણ થય? તે માટે ઉપરની ગાથામાં કહ્યું છે કે— કૃત્તિકાનો પહેલે પાયે ભોગવાતાં મેષરાશિ પણ ભોગવાઈ રહે છે, એટલે મેષને પ્રારંભ અશ્વિનીથી થાય છે, અને ભાગ્યકાળ કૃત્તિકાના પ્રથમ પાયે પૂર્ણ થાય છે. પછી કૃત્તિકાના બીજા પાદરના પ્રારંભથી વૃષરાશિની પ્રવૃત્તિ થાય છે અને મૃગશરના બીજા પાયે પૂરી થાય છે. આ રીતે પ્રથમની રાશિ પૂર્ણ થતાં તુરત જ નક્ષત્રના બીજા પાયામાં નવી રાશિની શરૂઆત થાય છે. વળી મિથુન રાશિ પુનર્વસના ત્રીજા પાયે, કર્કશશિ અશ્લેષાના ચોથા પાદમાં, સિંહરાશિ ઉત્તરાફાલ્ગનીના પહેલે પાયે, કન્યા રાશિ ચિત્રાના બીજા પાયે, તુલારાશિ વિશાખાના ત્રિીજે પાયે, વૃશ્ચિકરાશિ જેડાના ચેથા પાયે, ધનરાશિ ઉત્તરાષાઢાના પ્રથમ પાયે, મકરરાશિ ધનિષ્ઠાના બીજા પાયે, કુંભરાશિ પૂર્વાભાદ્રપદના ત્રીજા પાયે અને મીન રાશિ રેવતી નક્ષત્રના ચતુર્થ પાદમાં પૂર્ણ થાય છે. નક્ષત્રની પેઠે નિરંતર આ રાશિને પૂર્વમાં ઉદય અને પશ્ચિમમાં અસ્ત થાય છે. રાશિનું મૂળ નામ લગ્ન છે અને લગ્નકુંડલીમાં પણ લગ્નમાં જ રાશિના ગ્રહો સ્થપાય છે. પણ તે લગ્ન અને ગ્રહોના સંગોમાં રાશિ એવી સંજ્ઞાથી ઓળખાવાય છે, જેની દરેક શુદ્ધિમાં પરમ આવશ્યક્તા મનાયેલ છે.
હવે નક્ષત્રની પિકે રાશિદ્વાર તથા લગ્નદ્વાર કહીએ છીએ. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન; એ બાર રાશિનાં નામ છે. તેમાં