SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ–“તારા અને ચંદ્રનું બળ ન હોવા છતાં દીક્ષા અને વિવાહ વિનાના સર્વ કાર્યો પુષ્ય નક્ષત્રમાં કરવાનું કેમકે પુષ્ય નક્ષત્ર કામને અતિ પિોષણ કરનાર હોવાથી દીક્ષા અને વિવાહમાં વય કહેલ છે. બાકી નિબળચંદ્ર, નિર્બળ તારા, કુવાર, કુતિથિ, ગ, ગ્રહવે, કુરાગ્રહામણ, ખાત, પરિઘદંડ; વિગેરે પુષ્યથી થયેલા કે બીજાથી થયેલા તમામ દે તેવા છતાં પુષ્યનક્ષત્રમાં દરેક કાર્ય કરી શકાય છે, કેમકે તેના દેષને બીજા હી શકે તેમ નથી. તેમજ પિતાના કે બીજાના દોષને હણવા તે તેજ સમર્થ છે. ૧૯ો અભિજિતુ નક્ષત્રની સમજણ તથા તેની આવશ્યકતા ગ્રન્થકાર દર્શાવે છે. ऊखा अंतिमपाय, सवणपढमघडिअचऊअभीइठिइ, लत्तोवग्गहवेहे, एगग्गलपमुहकज्जेसु ॥२०॥ અથ–ઉત્તરાષાઢા નક્ષત્રને છેલ્લા પાયે અને શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી. આટલી ઘડી સુધી અભિજિત નક્ષત્રની સ્થિતિ હોય છે, લતા ઉપગ્રહ વધ, અને એકાગલ વિગેરે કાર્યોમાં તેની જરૂર પડે છે. મારા વિવેચન–નક્ષત્રો સત્યાવીશ છે; પણ ઘણે સ્થાને સમ નક્ષત્ર તરીકે અધ્યાવીશ નક્ષત્રની જરૂર પડે છે, માટે બે નક્ષત્રની સંધિમાં નવા નક્ષત્ર તરીકે અભીગ્ન ની ચુંટણી કરેલ છે. વળી નવા આરાના પ્રારંભમાં ચંદ્રની સ્થિતિ માટેનું નક્ષત્ર કાયમ કરવા માટે આ નક્ષત્રોના કાળ સ્પષ્ટ કરેલ છે, આધુનિક ગણનાનાં અમી... નક્ષત્રની એગણુશ ઘડીવાળી સ્થિતિ મનાય છે. તે માટે ઉત્તરાષાઢાની પંદર ઘડી અને શ્રવણની ચાર ઘડીમાં અભિચને ભાગકાળ આવે છે. લત્તા, ઉપગ્રહ, વેધ અને એકાગેલ આદિમાં આ નક્ષત્રની જરૂર પડે છે. આદિ શબ્દથી–સર્વતેભદ્રચક્ર, વામપેધ, દક્ષિણવેધ, પરિઘ, વિગેરેમાં પણ અમી... નક્ષત્ર અલગ મનાય છે, પણ પાત, તારા, રાશિ, રવિયેગ, ઉપરાગ વિગેરેમાં આ નક્ષત્રની જરૂર ન હોવાથી તેમાં સત્યાવીશ નક્ષત્રની ગણના કરાય છે. આ નક્ષત્રની પણ સામાન્ય વિશેષ સંજ્ઞાઓ પ્રથમના શ્લેકમાં ચલ છે, તેથી તે સંબંધી અહીં કંઈ કહેલ નથી. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે–અભિજિત નક્ષત્રમાં કરેલું કાર્ય સફલ થાય છે. માત્ર તેમાં ઉત્પન્ન થયેલું બાળક જીવતું નથી, આ પ્રમાણે નક્ષત્રને અધિકાર પૂર્ણ થયો. પંચાંગ શુદ્ધિમાં તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગની શુદ્ધિ જોવાય છે, જેમાં યોગની શુદ્ધિ આગળ કહેવાશે, અને બાકીની ચાર શુદ્ધિઓ કહેવાઈ ગઈ છે. તેઓનું પરસ્પર વિશેષ અને બળાબળ નીચે મુજબ છે— ૭૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy