________________
જેમાંથી નીકળેલા રૂધિરથી પવિત્ર-ઘમઘેર કાળી ચૌદશના દિવસે દુષ્ટ ભૂપતિએ હણેલા મારા પિતાને તર્પણ કરવાનું છે.
ભૂપતિએ પણ પિતાનું મસ્તક કાપી પરી આપવાનું સ્વીકાર્યું. વેતાલે દેવિક તીક્ષણ ખગ હાજર કરી. રાજાએ કહ્યું----
આ દેવતાઈ શસ્ત્રના સ્પર્શને યોગ્ય હું નથી. આ મારા ખગથી જ મસ્તક કાપીને પરી આપું! એમ કહી કરમાં પિતાની દેદિપ્યમાન બલ્ગ પકડી સ્વ ગરદન પર ચલાવી. સહજ ગરદનને લાગતાજ તેની ધાર એકદમ બંધાઈ ગઈ. રાજા ખજ્ઞ ચલાવવા ખુબ પ્રયત્ન કરે છે, છતાં ખચ્ચ આગળ ચાલતી નથી. રાજા પણ ધૈર્ય અને પ્રતિજ્ઞા વચનથી લેશમાત્ર ચલાયમાન થતો નથી.
એવામાં દેવાંગનાઓને હાહાકાર શબ્દ થયો, અને આગળ લક્ષ્મીજીને જોયાં. ભૂપતિએ પૂછયું“આપ કેણ છે? અને અહીં શા માટે પધાર્યા છે ? લક્ષમીદેવીએ કહ્યું--
રાજન? હું રાજલફ્રેમી છું! તારી ભક્તિથી આકર્ષાઈને તારું કાર્ય શીધ્ર સફળ કરવાને આવી છું ! જોઈએ તે માંગી લે ! રાજા કહે છે
ભગવતિ ! આપના પુનિત દર્શનથી હું કૃતાર્થ થયો છે, પરંતુ આપના અનુચરને મારા મસ્તકની ખોપરી આપવા મેં વચન આપેલ છે ! ઘણી મહેનત કરું છું, છતાં ખગ કે બાહુ ચાલતા નથી, તે તે તુરત ચાલે તેવી કૃપા કરે જેથી હું પ્રતિજ્ઞા પૂર્ણ કરી અનૃણ થાઉં.'
લક્ષ્મીદેવીએ કહ્યું-“રાજન્ ? હું સૌમ્ય પરિવારવાળી છું ! મારે ત્યાં આવા અનુચરે છે જ નહિં, પરંતુ તારી પરીક્ષા કરવા ખાતર મહેદર નામના પ્રતીહારે આ ઈન્દ્રજાલ રચેલ છે. માટે તે આગ્રહ જો કર અને જેની જરૂર હોય તે માગી લે.”
રાજાએ કહ્યું–“હે રાજલક્ષમી દેવિ ! આપ જે ખરેખર પ્રસન્ન થયા છે તે, રાણી મદિરાવતી વીર સંતાનને સુજન્મ આપનારી થાય તેવી કૃપા કરે.’
લહમીદેવીએ પુત્ર વરદાન આપ્યું અને કહ્યું કે “રાજન્ ? જ્યારે પુત્ર માટે થાય ત્યારે .. આ ચન્દ્રા તપ હાર તેને પહેરવા માટે, અને વિપત્તિ સમયે વિપત્તિ હરવા માટે આપજો, એમ કહી હાર પાછે આપ્યો, અને તદુપરાંત બાલારૂણ નામની રત્નમય વીંટી આંગળીમાંથી કાઢી સમર્પણ કરી લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગયાં.
સુખમય રાત્રિ પસાર થઈ, પ્રભાતે આવેલ પૌરજનને સર્વ વૃત્તાંત કહી હાર તથા વીંટી બતાવ્યાં. સૌ કોઈ આશ્ચર્યચક્તિ થયા. પ્રાતે ભૂપતિએ મહેદધિ નામના મુખ્ય રત્નાધ્યક્ષને રત્નભંડારમાં મૂકવા હાર આપ્યો. અને વાયુધ નામના સેનાધિપતિના પરમમિત્ર વિજયવેગને કહ્યું કે “દક્ષિણપથમાં શત્રુ સાથે સંગ્રામ ખેલી રહેલા વાયુધને રાત્રિના સંગ્રામમાં શત્રુનું જ્યારે આક્રમણ થાય ત્યારે તેને કાબુમાં લાવનાર આ વીંટી આંગળીમાં પહેરવા માટે મેકલાવજે, એમ કહી વીંટી પણ આપી.
ત્યારબાદ પૌરજનાદિથી પરિવરેલા ભૂપતિ મહાન ઉત્સવપૂર્વક રાજમન્દિરે ગયા..