________________
તેને જણાવવા માટે આ પ્રથમ વિભાગ-વક્ષસ્કાર પર મારી ન્યાયાર્થમજૂષા (ન્યાયના અર્થની પેટી) નામની બહવૃત્તિ છે.
- તથા બીજા વિભાગમાં મેં સંગ્રહેલા ન્યાય પર વ્યાખ્યા ઉદાહરણ અને અનિત્યતાવાળી એની એજ વિસ્તૃત વૃત્તિ છે. ત્રીજા વિભાગમાં પ્રાયઃ શાપક વિનાના ન્યાયો જણાવ્યા છે તેના પર પણ એજ બહવૃત્તિ છે. અને પ્રાંત ચોથા વિભાગમાં બહુવક્તવ્યતાવાળા ન્યાય પર પણ વિશદપે એની એજ વૃત્તિ છે.
તદુપરાંત વાચક શ્રી હેમહંસગણિવરે પોતાની ન્યાયાર્થમજૂષા વૃત્તિપર દુર્ગમસ્થળમાં સ્વપજ્ઞન્યાસ પણ રચેલો છે.
આ રીતે વાચક શ્રીહેમહંસગણિવરે શ્રીસિદ્ધહેમ વ્યાકરણ પર રચેલ સ્વપજ્ઞન્યાયાર્થમંજૂષા બ્રહવૃત્તિ તથા ન્યાસ સહિત “ન્યાયસંગ્રહ (પરિભાષાવિષયક સાહિત્ય) વારાણસી-કાશીથી મુદ્રિત પણ થયેલ છે.
આ ગ્રંથ ઘણે સરળ અને વિશદ છે, છતાં પણ વિશેષ તર્કદષ્ટિથી ચર્ચાયેલ નથી. જ્યારે પાણિનિ વ્યાકરણ પરનો પરિભાષેશેખર ગ્રંથ તર્કદષ્ટિથી ખૂબ ખૂબ ચર્ચાયેલ છે.
આ વસ્તુને લક્ષમાં રાખીને તર્કરસિકોને પણ આનંદ આપે તે દષ્ટિએ શાસનસમ્રા સૂચિક્રચક્રવર્તિ ભારતીય ભવ્યવિભૂતિ બાલબ્રહ્મચારી તપગચ્છાધિપતિ પ્રગુરુગુર્ય પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ કવિરલ શાસ્ત્રવિશારદ સાત લાખ લોકપ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્યના સર્જક શાસનપ્રભાવક બાલબ્રહ્મચારી પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય શ્રીમદ વિજય લાવણ્યસુરીશ્વરજી મહારાજશ્રીએ ન્યાયસંગ્રહને સ્થાને “ન્યાયસમુચ્ચય' નામ આપી તેને વિશાલકાય “
સિધુ નામની વૃત્તિથી અલંકૃત કર્યો છે. અને તરંગો જેમ સિધુને અલંકત કરે તેમ “રા' નામના વિશાલકાય વિવરણથી સિધુ વૃત્તિને અલંકૃત કરેલ છે. તેઓશ્રીએ પ્રસ્તુત ન્યાયસમુચ્ચય ગ્રંથના ચાર વિભાગ પાડેલા છે. અને પ્રત્યેક વિભાગનું નામ ઉલ્લાસ રાખેલ છે.
સિલ્વવૃત્તિમાં અને બહુધા તરંગ વિવરણમાં પાણિનિના મતની ઘણું ઘણી ચર્ચા કરેલી છે. જો કે પ્રસ્તુત સિદ્ધહેમવ્યાકરણમાં તેની વિશેષ ઉપયોગિતા નથી, છતાં પણ વ્યાકરણનો વિષય હોવાથી બુદ્ધિના વિકાસ માટે અને પાણિનિના વ્યાકરણનો વિશેષ પ્રચાર હોવાથી તેમાં પણ સારો પ્રવેશ થાય એ દષ્ટિએ આ ચર્ચાને સ્થાન આપવામાં આવેલ છે.
કોઈક સ્થળે પ્રાચીન માર્ગનું, કોઈક સ્થળે અર્વાચીન (નૂતન) માર્ગનું અને કોઈ સ્થળે ઉભય (પ્રાચીનનવીનો માર્ગનું અનુસરણ કરેલ છે.
આ સર્વનો મુદ્દો અભ્યાસી વર્ગની બુદ્ધિનો વિશેષ વિકાસ થાય તે જ છે એમ પુષ્યિકામાં વૃત્તિકાર મહર્ષિ પૂજ્ય ગુરુવર્ય આ૦ શ્રીવિજય લાવણ્યરૂરીશ્વરજી મહારાજસાહેબે જણાવેલ છે. વળી સાથોસાથ એમ પણ જણાવ્યું છે કે મારા લખાણમાંથી તત્ત્વભૂત જે વસ્તુ હોય તે બુધજને છાત્રવર્ગને આપજે.
જુઓ એ પુપિકાનો શ્લોક –
कचित् प्राच्यः पन्थाः, क्वचिदपि च नव्यो बुधपथः,
क्वचित् स्वातत्र्याचा क्वचिदपि च तेषां समुदयः । श्रितोऽस्मिन् शिष्याणां मतिविकसनार्थ शुभधिया,
बुधैर्बुध्दा तत्त्वं तदनुगतमप्यं श्रितजने ॥१॥